સીઆરપીએફ માં નોકરી કરતા જવાનનુંઅકસ્માતમાં મૃત્યુ..
દાહોદ ખાતેના માદરે વતન બલૈયામાં મૃતક જવાનના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થયાં..
મૃતક જવાનના અંતિમ દર્શન માટે માનવ મહેરામણ ઉમટયો…
સીઆરપીએફ જવાન ના મોતના પગલે પંથકમાં ગમગીનીનો માહોલ, પરિવારજનો માતમ છવાયો
બાબુ સોલંકી :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના બલૈયા ગામના સી આર પીએફ માં નોકરી કરતા અકસ્માતે મૃત્યુ થતા નગરમાં ગમગીની છવાઈ
માદરે વતન બલૈયા મુકામે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવેલ હતી
લશ્કરના જવાનો ફતેપુરા પીએસઆઇ પીઆઇ પોલીસ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમ વિધિમાં હાજર રહ્યા હતા
ફતેપુરા તાલુકાના બલૈયા ગામે રહેતા અને ગાંધીનગર મુકામે સીઆરપીએફ નોકરી કરતા લશ્કર ના જવાન માર્ગ અકસ્માતના મૃત્યુ થતા બલૈયા ગામે ગમગીની છવાઇ જવા પામી હતી તાલુકાના બલૈયા ગામે વસવાટ કરતા ભરતભાઈ બાપુભાઈ પ્રજાપતિ સીઆરપીએફ માં નોકરી કરતા હતા તેઓનું ગાંધીનગર મુકામે માર્ગ અકસ્માતમાં આકસ્મિક મૃત્યુ થતાં તેઓના કુટુંબીજનોમાં અને બલૈયા ગામે ગમગીની સાથે માતમ છવાઈ જવા પામ્યો હતો મૃત્યુ પામેલા ભરતભાઈ બાપુભાઈ પ્રજાપતિ ની અંતિમ વિધિ માટે તેઓની લાશ ને માદરે મુકામે લાવવામાં આવતા નગરના નાના મોટા ઈસમોની આંખોમાં આસુ જોવા મળતા હતા તેઓ ની અંતિમ વિધિ ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવેલ હતી લશ્કરના જવાનો શહીત ફતેપુરા પી.એસ.આઇ પીઆઇ પોલીસ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા માર્ગ અકસ્માતના મૃત્યુ પામનાર લશકર ના જવાન ની તાજેતરમાં પ્રમોશન મળતા શ્રીનગર મુકામે બદલી થઈ ત્યાં હાજર થવાના હતા તે પહેલા જ તેઓનું આકસ્મિક મૃત્યુ થતાં કુટુંબીજનોમાં આભ ફાટી ગયેલ હતું