દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે બનાવોમાં બે વ્યક્તિઓ કાળનો કોળીયો બન્યા

Editor Dahod Live
2 Min Read

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે બનાવોમાં બે વ્યક્તિઓ કાળનો કોળીયો બન્યા

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના ટોકરવા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી નવેમ્બરના રોજ બપોર ૦૩ વાગ્યાના આસપાસ અભેસીંગભાઈ રામસીંગભાઈ બારીયા (રહે. ગુમલી, ધાનપુર, તા. ધાનપુર, જિ.દાહોદ) નાએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ સીમાબેન પર્વતભાઈ બારીયાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં સીમાબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન સીમાબેનનું મોત નીપજતાં આ સંબંધે મૃતક સીમાબેનના પુત્ર રાજુભાઈ પર્વતભાઈ બારીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકા અંબા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૦૯મી નવેમ્બરના રોજ સાંજના ચારેક વાગ્યાના આસપાસ એક બુલેટ ટું વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની બુલેટ ટું વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ૮૦ વર્ષીય મસુરીબેન ભુલાભાઈ બારીઆ (રહે. અંબા, પટેલ ફળિયું, તા. લીમખેડા, જિ. દાહોદ) ને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં મસુરીબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં પરંતુ ત્યાં મસુરીબેનને હાલત અત્યંત નાજુક જણાતાં તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ ખાતે લઈ જતાં જ્યાં સારવાર દરમ્યાન મસુરીબેનનું વડોદરાની હોસ્પિટલમાં મોત નીપજતાં આ સંબંધે અંબા ગામે પટેલ ફળિયામાં રહેતાં ચંન્દ્રસીંગભાઈ ભુલાભાઈ બારીઆએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————

Share This Article