Sunday, 13/07/2025
Dark Mode

લીમખેડામાં ખાનગી શાળાના બાળકોના વાલીઓના વહોટસપ ગ્રુપમાં વિકૃત માનસિકતા ધરાવતા વાલીએ અશ્લીલ ફોટો વાયરલ કરતા ખળભળાટ..

November 12, 2021
        2798
લીમખેડામાં ખાનગી શાળાના બાળકોના વાલીઓના વહોટસપ ગ્રુપમાં વિકૃત માનસિકતા ધરાવતા વાલીએ અશ્લીલ ફોટો વાયરલ કરતા ખળભળાટ..

રાજેન્દ્ર શર્મા :- દાહોદ 

લીમખેડા ખાનગી શાળા ના વોટસેપ ગૃપ મા અશ્લીલ ફોટો વાયરલ થતા ચકચાર મચી 

લીમખેડા હસ્તેશ્રવર શાળા ના બાળકો ના વોટસેપ ગૃપ મા કોઈ વાલી દ્વારા અશ્લીલ ફોટો વિડીયો નાખતા ચકચાર મચી ગઇ 

શાળા અને બાળકો વચ્ચે હોમ વર્ક માટે બનાવેલ વોટસેપ ગૃપ મા વાલીઓ મહીલા ઓ તથા બાળકો હોય આવા અશ્લીલ ફોટા આવતા બાળકો ના માનસિક ઉપર શુ અસર પડશે તે જોવુ રહ્યુ

દાહોદ તા.12

 

 

લીમખેડામાં ખાનગી શાળાના બાળકોના વાલીઓના વહોટસપ ગ્રુપમાં વિકૃત માનસિકતા ધરાવતા વાલીએ અશ્લીલ ફોટો વાયરલ કરતા ખળભળાટ..

લીમખેડામા મોટા હાથીધરા ગામની હસ્તેશ્વર સ્કૂલના બાળકોના વાલીઓના વહોટસપ ગ્રુપ માં કોઈ વિકૃત માનસિકતા ધરાવતા વાલી દ્વારા અશ્લીલ ફોટા અને વિડિયો ફોરવર્ડ કરવામાં આવતા ગ્રુપના મહિલા ઓ સહિત તમામ સભ્યોનું શરમથી માથું ઝૂકી ગયું હતું તેમજ આવા અશ્લીલ ફોટા અને વિડિયો થી શાળામાં અભ્યાસ કરતા બાળકો પર તેની વિપરીત અસર પડી હતી.

લીમખેડામા મોટા હાથીધરા ગામે આવેલી હસ્તેશ્વર શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ના વાલીઓના ચાલતા ગ્રુપ માં બાળકોને હોમ વર્ક માટે લેસન ગ્રુપમાં ફોરવર્ડ કરવામાં આવતું હોવાથી મોટાભાગના બાળકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ હસ્તેશ્વર શાળાના ગ્રુપમાં વિકૃત માનસિકતા ધરાવતા વાલી દ્રારા અશ્લીલ પોસ્ટ અને બીભત્સ વીડીયો મુકવામાં આવતા ગ્રુપમાં હોમ વર્ક માટે મોબાઇલ લઇને બેઠેલા કેટલાક બાળકો ઉપર આવા અસલી ફોટા અને વિડીયો જોઈને વિપરીત અસર પડી હતી તેમજ ક્ષોભમા મુકાયા હતા આવા અશ્લીલ વીડિયો અને ફોટા પોતાના માતા-પિતાને બતાવતા તમામનું માથું શરમથી ઝૂકી ગયું હતું કેટલાક વાલીઓ દ્વારા શાળાના સંચાલક ને આ બાબતે અશ્લીલ વીડિયો અને ફોટા મુકવા બાબતે રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે હસ્તેશ્વર શાળાના ગ્રુપમાં કોઈ વાલી દ્વારા અશ્લીલ પોસ્ટ અને વિડિયો ફોરવર્ડ કરતા ભારે કુતૂહલ સર્જાયું હતું વ્હોટસઅપ ગ્રુપ માં અનેક મહિલાઓ સામેલ છે વિકૃત માનસિકતા ધરાવતા વાલી દ્વારા ગ્રુપમાં આવી અશ્લીલ પોસ્ટ અને વિડિયો મુકાતા હસ્તેશ્વર શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!