દિવાળી ટાણે બજારમાં ખરીદી કરવા લોકોની ભીડ ઉમટી,ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા…
દાહોદ તા.3
દાહોદ સ્માર્ટ સિટીમાં તમામ જાહેર માર્ગો ઉપર આમ તો ટ્રાફિકજામના દ્રશ્યોએ માઝા મૂકી છે પરંતુ હાલ દિવાળી જેવા તહેવાર ટાણે ખાસ કરીને દાહોદ શહેરમાં ખરીદી માટે આસપાસના ગ્રામજનો સહિત ગ્રામીણ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં આવેલ ગરબાડા ચોકડી સ્થિત આજરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં વાહનચાલકો તેમજ રાહદારીઓનેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે. કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યોને પગલે વાહનચાલકો તેમજ રાહદારીઓને તેમજ સ્થાનિકોમાં ભારે રોષની લાગણી પણ જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ટ્રાફિક સમસ્યા દાહોદ શહેરમાંથી હળવી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં સ્માર્ટ સીટી અંતર્ગત અનેક કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ તહેવાર ટાણે ટ્રાફિક જામનાને પગલે લોકોમાં એક પ્રકારનો છૂપો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
