Friday, 29/03/2024
Dark Mode

દાહોદમાં કોરોના કાળમાં માતા પિતાનું છત્ર ગુમાવનાર સંતાનોની મુલાકાતે પહોંચ્યા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન…

November 3, 2021
        3637
દાહોદમાં કોરોના કાળમાં માતા પિતાનું છત્ર ગુમાવનાર સંતાનોની મુલાકાતે પહોંચ્યા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન…

દાહોદમાં કોરોના કાળમાં માતા પિતાનું છત્ર ગુમાવનાર સંતાનોની મુલાકાતે પહોંચ્યા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન…

કોરોના માં માતા-પિતા ગુમાવનાર સંતાનોને તહેવારોમાં પારિવારિક હૂંફ મળી રહે તે માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન અને જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ સોની નાના વાંદરિયા ગામે પહોંચ્યા.

નાનાં વાંદરિયા ગામે કોરોના દરમિયાન ઉદેસિંહભાઈ બારીયા અને તેમના પત્ની સવિતાબેન બારીયાનું નિધન થયું હતું.
તેમના ચાર સંતાનો સોનિયાબેન , અંજનાબેન , રવિભાઈ અને શનિ ભાઈ માતાપિતાનું છત્ર ગુમાવ્યું હતું. આ બાળકોને ” મુખ્યમંત્રી બાલ સેવા યોજના ” દ્વારા દર મહિને દરેક બાળક દીઠ રૂપિયા ૪૦૦૦ સહાય આપવામાં આવી રહી છે ત્યારે આવા અનાથ થયેલા બાળકોના મુલાકાતે દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ સોની આ પરિવારના બાળકીને મળવા માટે પહોંચ્યા હતા ,તેઓએ બાળકો જોડે મુલાકાત અને વાતચીત કરી પરિવારની હૂંફ આપવાનો પ્રયત્ન કર્યો હતો અને બાળકોને દિવાળીના તહેવારો માટે મીઠાઈ , ચોકલેટ વગેરે આપી બાળકોની ખબરઅંતર પૂછ્યા હતા.
આ પ્રસંગે આવા પરિવારોની મુલાકાતે નરેન્દ્રભાઈ સોની , શાંતિલાલ તાવીયાડ , સંદીપ ભાટ , નેહબેન વગેરે પહોંચ્યા હતા તે ખરેખર એક આવકારદાયક પગલું અને તેઓની સામાજિક ભાવના દર્શાવે છે.

——–——————————–
વર્ઝન

મુખ્યમંત્રી બાળ સેવા યોજના ની સહાય મળવાથી આમારા પરિવારને ઘણી મોટી આર્થિક મદદરૂપ થઈ છે અમારા ત્રણ ભાઈઓના દર મહિને 4000 મુજબ બાર હજાર રૂપિયા આમારા ખાતા માં આવે છે અમને ભણવામાં, પરિવારને ચલાવવામાં નાની-મોટી વસ્તુઓ ખરીદવા માટે ખુબ મદદરૂપ થાય છે

દિવાળીના તહેવારોમાં અનાથ બાળકોને પરિવારની હૂંફ મળી રહે તે માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે તેઓને મળી સમય આપવો એ મારી નૈતિક ફરજ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!