ફતેપુરા તાલુકાના ડુંગરી ગામે અજાણ્યા વાહનની અડફેટે રાહદારી મહિલાનું મોત…

Editor Dahod Live
1 Min Read

 

ફતેપુરા તાલુકાના ડુંગરી ગામે અજાણ્યા વાહનની અડફેટે રાહદારી મહિલાનું મોત…

દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરી ગામે એક અજાણ્યા વાહનના ચાલકે એક રાહદારી મહિલાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં મહિલાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા. ૦૧ નવેમ્બરના રોજ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે રહેતા શારદાબેન ડુંગરી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક અજાણ્યો વાહનનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી શારદાબેનને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં શારદાબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં શારદાબેનને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં શારદાબેનનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે ડુંગરી ગામે નિલેશભાઈ મોહનભાઈ પરમાર દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————–

Share This Article