Friday, 22/11/2024
Dark Mode

ઝાલોદમાં દરોડા પાડવા આવેલા “જી.એસ.ટી”ની ટીમ પર ચાર વેપારીઓએ કર્યોં હુમલો:ચારેય વેપારીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઇ

ઝાલોદમાં દરોડા પાડવા આવેલા “જી.એસ.ટી”ની ટીમ પર ચાર વેપારીઓએ કર્યોં હુમલો:ચારેય વેપારીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઇ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • ઝાલોદમાં વડોદરા જીએસટીની ટીમ પર હુમલો
  • દરોડા પાડવા આવેલા જીએસટી અધિકારીઓ પર ચાર વેપારીઓએ કર્યોં હુમલો
  • અધિકારીને બાંધીને ઢોર માર માર્યા હોવાની નગરમાં ચર્ચાઓ
  •  જાનથી મારી નાખવાની ધાક ધમકી અપાઇ ચારેય વેપારીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ
  • સેન્ટ્રલ જી.એસ.ટી. એન્ડ કસ્ટમ વડોદરા – ૦૨ કમીશ્નર રેટ ખાતેના અધિક્ષકે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે. દાહોદ જિલ્લામાં વડોદરાથી આવેલ જી.એસ.ટી.એન્ડ કસ્ટમ વિભાગની ટીમના છેલ્લા ત્રણેક દિવસથી ધામા છે. ત્યારે આજરોજ આ જી.એસ.ટી. વિભાગની ટીમ ઝાલોદ નગરમાં એક વેપારીની દુકાને સર્ચ ઓપરેશન હાથ ધરતાં આ દુકાનના વેપારી સહિત ૪ જણાએ જી.એસ.ટી.વિભાગની ટીમ સાથે ઝપાઝપી કરી બેફામ ગાળો બોલી, ધાકધમકીઓ આપતાં પંથક સહિત જિલ્લામાં આ સમાચાર વાયુવેગે ફેલાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંબંધે જી.એસ.ટી. વિભાગના અધિક્ષક દ્વારા ઝાલોદના ચાર વેપારીઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ તારીખ ૨૬.૦૩.૨૦૨૧ના રોજ સેન્ટ્રલ જી.એસ.ટી. એન્ડ કસ્ટમ વડોદરા – ૦૨ કમીશ્નર રેટ ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવતાં સંજયભાઈ અશોકભાઈ પટેલ (રહે.વડોદરા) અને તેમની ટીમમાં સામેલ ઈન્સ્પેક્ટર મનોજકુમાર ઓમપ્રકાશ જાટ, લીલાધરભાઈ પ્રહલાદરામ ગુર્જર, અનિરૂધ્ધ રાજેશભાઈ મારવા, અમન સુરેશ ગર્ગની સાથે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવ્યાં હતાં. સવારના ૧૧.૪૫ કલાકે ઝાલોદ નગરમાં આવેલ  ઘનશ્યામ સુગનચંદ અગ્રવાલની દુકાને સેન્ટ્રલ જી.એસ.ટી. સર્ચ કરવા ગયાં હતાં. આ દરમ્યાન તેમની દુકાને ઘનશ્યામભાઈનો છોકરો રીતેશભાઈ હાજર હતો અને તેઓની જાેડે આ સર્ચ વોરંટની હકીકત જણાવી હતી. આ દરમ્યાન રીતેશભાઈએ તેઓના પિતા ઘનશ્યામભાઈને ફોન કર્યાે હતો અને દુકાને બોલાવ્યાં હતાં. ઘનશ્યામભાઈની સાથે સાથે ઝાલોદ નગરમાં જ રહેતા અન્ય વેપારી ગોપાલભાઈ મખન્નલાલ અગ્રવાલ, સુભાષભાઈ મખ્ખનલાલ અગ્રવાલ પણ આવી પહોંચ્યાં હતાં અને જી.એસ.ટી. વિભાગની ટીમ દુકાનમાં સર્ચ ઓપરેશનની કામગીરી કરી રહી હતી તે સમયે ઉપરોક્ત ચારેય અગ્રવાલ સમાજના વેપારીઓ એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને બેફામ ગાળો બોલી જી.એસ.ટી. વિભાગના કર્મચારીઓ સાથે ઝપાઝપી ઉપર પણ ઉતરી આવ્યાં હતાં તેમજ શર્ટના કોલર પણ પકડી લીધાં હતાં. તમો અહીંથી ભાગી કેવા જાઓ છો, અમે તમને જાેઈ લઈશું, તેમ કહી બેફામ ગાળો બોલતાં જાેતજાેતામાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને આ જાેઈ જી.એસ.ટી. વિભાગના કર્મચારીઓએ ભયના માર્યે જગ્યા છોડી દીધી હતાં.

આમ, સરકારી કામકાજમાં રૂકાવટ ઉભી કરાતાં આ સંબંધે  સેન્ટ્રલ જી.એસ.ટી. એન્ડ કસ્ટમ વડોદરા – ૦૨ કમીશ્નર રેટ ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવતાં સંજયભાઈ અશોકભાઈ પટેલ દ્વારા ઝાલોદ નગરના વેપારી ગોપાલભાઈ મખ્ખનલાલ અગ્રવાલ, સુભાષભાઈ મખ્ખનલાલ અગ્રવાલ, ઘનશ્યામભાઈ સુગનચંદ અગ્રવાલ અને રીતેશભાઈ ઘનશ્યામભાઈ અગ્રવાલ વિરૂધ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય જણા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————–

error: Content is protected !!