Thursday, 28/03/2024
Dark Mode

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૪૨૧.૪૮ કરોડનું પુરાંત બજેટ મંજુર:સભાખંડમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા….

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૪૨૧.૪૮ કરોડનું પુરાંત બજેટ મંજુર:સભાખંડમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા….

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૪૨૧.૪૮ કરોડનું પુરાંત બજેટ મંજુર
  •  સભાખંડમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા
  •  વિવિધ ખાતાના ચેરમેનોની વરણી બાકી 

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લા પંચાયતના સભાખંડમાં આજે બજેટ માટે સામાન્ય સભામાં માત્ર બજેટની જ ફાળવણી થઈ હતી પરંતુ વિવિધ વિભાગોના ચેરમેનોની જાહેરાત ન થતાં સભ્યોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૪૨૧.૪૮ કરોડનું પુરાંત બજેટ રજુ થયું હતું.

દાહોદ જિલ્લા પંચાયતની ૫૦ બેઠકો માટે યોજાયેલી ચુંટણીમાં ભાજપે ૪૩, કોંગ્રેસ ૦૬ અને અપક્ષ ૦૧ બેઠક ઉપર વિજયી મેળવ્યો હતો અને ત્યાર બાદ કેટડલાક દિવસો અગાઉ મળેલી સભામાં પ્રમુખ તરીકે ઝાલોદ તાલુકાના વગેલા બેઠકના શીતલબેન વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે લીમખેડા તાલુકાના દુધિયા બેઠકના સરતનભાઈ ચૌહાણની નિમણુંક કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા પંચાયતના સભાખંડમાં આજે મળેલી સામાન્ય સભામાં મોટા ભાગના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં જાે કે, સભાખંડ ખીચોખીચ ભરાઈ ગયો હતો. હાલમાં દાહોદ જિલ્લા સહિત રાજ્યમાં કોરોનાના કેસો ઝડપભેર વધતાં જાય છે ત્યારે આ સભામાં ખીચોખીચો ભરેલ સભાખંડમાં સોશીયલ ડિસ્ટન્સનો અભાવ જાેવા મળ્યો હતો. જાે કે, ઉપસ્થિત સભ્યોએ માસ્ક તો પહેર્યાં જ હતાં ત્યારે આવી પસ્થિથીતીમાં સામાન્ય સભા મોટા હોલમાં કે, ખુલ્લી જગ્યામાં જ્યાં સોસીયલ ડિસ્ટન્સ જળવાય તેવી જગ્યાએ રાખવી જાેઈએ જેથી કોરોના સંક્રમણ ફેલાવાનો ડર ના રહે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, સમીતીની રચના કોઈક કારણોસર ટાળવામાં આવી છે. આજે મળેલી સામાન્ય સભામાં બજેટ રજુ થયું હતું તેમાં ૨૦૨૪૧.૨૩ કરોડ કુલ આવકનો અંદાજની સામે ૧૮૧૯.૭૫ કરોડનો ખર્ચની જાેગવાઈ કરતાં ૪૨૧.૪૮ કરોડનું પુરાંત બજેટ રજુ થયું હતું. બજેટના વિવિધ ક્ષેત્રમાં ખર્ચ કરવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. બજેટની કાર્યવાહી પુર્ણ થયાં બાદ વિવિધ ખાતાઓની ચેરમેનની જાહેરાત કરાશે તેવું લાગ્યું હતું પરંતુ આવી કોઈ જાહેરાત ન થતાં અને બજેટની કાર્યવાહી પુરી થતાં સભા પુરી થઈ જવાની જાહેરાત કરતાં ઉપસ્થિત સભ્યોમાં નિરાશા વ્યાપી હતી. આજની સામાન્ય સભામાં મોટા ભાગના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની મળેલ સામાન્ય સભામાં કારોબારી સમીતીના ચેરમેન જીથરાભાઈ ડામોર, પક્ષના નેતા તરીકે કરણસિંહ ડામોર અને દંડક સુશીલાબેન બારીઆના નામ નક્કી કરવામાં આવ્યાં હતાં પરંતુ હાલ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

—————————-

error: Content is protected !!