
રાહુલ ગારી ગરબાડા
શ્રી અલખધામ રામદેવજી મંદિર જેસાવાડા ખાતે જેઠસુદ બીજ નિમિત્તે ભજન સંધ્યાનો નો કાર્યક્રમ યોજાયો હતો.
ગરબાડા તારીખ 22
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગામમાં આવેલ જીવંત અને પ્રત્યક્ષ પરચા પૂરનાર શ્રી અલખધામ રામદેવજી મંદિર ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી કિરણસિંહ ચાવડા ની ઉપસ્થિતિમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ તેમજ ધજા નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો રાત્રિના સમયે વરદાય સુંદરકાંડ મંડળ જેસાવાડા અને કબીર ભજન મંડળ ની મંડળીઓ દ્વારા નિજાર પંથી ભજનોની રમઝટ બોલાવી હતી જેમાં જયરાજ શેર ,ભરત સોની, વિજય પરમાર, હસમુખ સોલંકી ,બાબુભાઈ પરમાર, વજેસિંહ સોલંકી તેમજ તાજસિંહ ભાભોર જેવા ભજનીકોએ મંદિર પરિસરને ભક્તિમય બનાવી રામદેવ બાબાના ગુણગાન ગયા હતા મંદિરના ટ્રસ્ટી ચરણસિંહ કટારા તથા પૂજારી કેશવ મહારાજ અને ભગા મહારાજ તેમજ રામેશ્વર પ્રજાપતિ, વસંતભાઈ ચૌહાણ, દિનેશભાઈ સોલંકી એ ભજન સંધ્યાનો લાહવો લીધો હતો.