મઝહરઅલી મકરાણી @ દેવગઢ બારીયા
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઘડા ગામે એક વૃદ્ધ ઉપર વન્ય પ્રાણી નો હુમલો વૃદ્ધ સારવાર હેઠળ,ખેતર સાચવવા ગયેલા વૃદ્ધ ઉપર વન્ય પ્રાણી નો હુમલો,દીપડો કે અન્ય વન્યપ્રાણી હુમલો કર્યો તે તપાસનો વિષય
દે.બારીઆ તા.27
ધાનપુર તાલુકાના ઘડા ગામે સવારે ખેતરમાં રખેવાળી કરવા જતા એક વૃદ્ધ ઉપર વન્યપ્રાણી હુમલો કરતા વૃદ્ધ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ
ધાનપુર તાલુકાના ઘડા ગામે ઉચવાસ ફળિયામાં રહેતા ઉકારસિંહ નવલસિંહ બારીયા ઉંમર વર્ષ 65 જેમના ખેતરો ઘરથી અડધો કિમી દૂર જંગલ વિસ્તારમાં નજીક આવેલા હોય અને હાલમાં તે ખેતરમાં મકાઈની વાવણી કરી હોય જેથી તેઓ સવારમાં આઠ વાગ્યાના અરસામાં ખેતરની રખેવાળી કરવા માટે ખેતરમાં ગયા હતા ક્યારે જંગલ તરફથી આવેલા એક વન્ય પ્રાણીએ ઉપકાર સિંહ બારીયા ઉપર અચાનક હુમલો કરી દેતા તેઓ બૂમાબૂમ કરતા નજીકમાં ખેતરોમાંથી ખેતીકામ કરતા અન્ય ગ્રામજનો દોડી આવેલા ત્યારે બૂમાબૂમ કરતા આ વન્ય પ્રાણી જંગલ તરફ ભાગી ગયેલ ત્યારે આ વૃદ્ધને માથાના ભાગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી નજીકમાં psc સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે દેવગઢબારિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ વૃદ્ધ ઉપર અચાનક હુમલો થતા દીપડાએ હુમલો કર્યો કે પછી અન્ય કોઇ વન્ય પ્રાણીએ તે વૃદ્ધ ને ખબર સુંધા પડી ન હતી જ્યારે આ બનાવ અંગે સ્થાનિક વનકર્મીઓ અને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવેલ આ બનાવથી પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.