Tuesday, 26/10/2021
Dark Mode

શહેરના રહેણાંક વિસ્તારમાં ગેસનો બોટલો ફાટ્યો :ફાયરફાઈટરના એક જવાન સહિત ત્રણ દાઝયા

શહેરના રહેણાંક વિસ્તારમાં ગેસનો બોટલો ફાટ્યો :ફાયરફાઈટરના એક જવાન સહિત ત્રણ દાઝયા

દાહોદ ડેસ્ક તા.૨૬
દાહોદ શહેરના તળાવ ફળિયા ભીલવાડા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ગેસનો બોટલ ફાટતાં વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં ફાયર બ્રિગેડના બે જવાનો સહિત કુલ ૫ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થતાં તમામ હાલ દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠવ હોવાનું જાણવા મળેલ છે.
દાહોદ શહેરના તળાવ ફળિયા ભીલવાડા વિસ્તારમાં આજરોજ રાત્રીના ૯ વાગ્યાના આસપાસ એક રહેણાંક મકાનમાં ગેસનો બોટલ ફાટ્યો હતો. ગેસના બોટલ ફાટતાં વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ દાહોદ ફાયર બ્રિગેડના જવાનો કરાતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાદ આ ગેસના બોટલ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પાણીનો મારો ચલાવતાં થોડા સમય માટે સૌને લાગ્યુ કે બોટલ હોલવાઈ ગયો હશે પરંતુ ક્ષણીક ઘડીમાં ફરી બોટલ ફાટતાં ત્યા  ઉપસ્થિત  ફાયર ફાયટરના બે જવાનો, ઘરના સદસ્ય તેમજ આસપાસના લોકો મળી ૫ જેટલા     વ્યક્તિઓ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભાળટ મચી જવા પામ્યો હતો ત્યારે બીજી તરફ આ વિસ્તારના લોકો દ્વારા પોતપોતાના ગેસના બોટલોને બંધ કરી સગેવગે કરવાની પ્રક્રિયા પણ ચાલી હતી.

_______

error: Content is protected !!