Thursday, 20/01/2022
Dark Mode

દાહોદ:સૌની આરોગ્ય સેવા કરતા કર્મી ખુદ આરોગ્ય સેવા થકી સાજા થતા ગદગદીત થઈ ઘરે પહોંચ્યો:કોરોનાને મ્હાત આપનાર આરોગ્યકર્મીને અપાઈ ભવ્ય વિદાય

દાહોદ:સૌની આરોગ્ય સેવા કરતા કર્મી ખુદ આરોગ્ય સેવા થકી સાજા થતા ગદગદીત થઈ ઘરે પહોંચ્યો:કોરોનાને મ્હાત આપનાર આરોગ્યકર્મીને અપાઈ ભવ્ય વિદાય

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદમાં કોરોનમુક્ત થયો આરોગ્ય કર્મચારી,9 વર્ષીય બાળકીના સંપર્કમાં આવી કોરોનાગ્રસ્ત બનેલા આરોગ્ય કર્મચારી કોરોનામુક્ત થતાં આજરોજ ઝાયડસ હોસ્પીટલ ખાતેથી રજા અપાઈ, આરોગ્ય કર્મીને વિદાય આપતાં ઉપસ્થિત સોં કોઈમાં હર્ષની લાગણી છવાઈ, પુષ્પવર્ષા તેમજ તાળીયોના ગણગણાટ વચ્ચે કલેક્ટરશ્રી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ ઉપસ્થિત ડોક્ટરો તેમજ મેડિકલ સ્ટાફે કોરોનફાઈટરને માનભેર ઘરે મોકલ્યા

દાહોદ તા.27

ઇન્દોરથી દફનવિધિમાં દાહોદ આવેલી 9 વર્ષીય બાળકી મુસ્કાનના સંપર્કમાં આવેલા આરોગ્ય કર્મી કોરોના પોઝિટિવ થવા પામ્યા હતા તેઓને અત્રેની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દાહોદ આરોગ્ય ટીમના કર્મચારી એવા સબુરભાઇ પણદાને આજરોજ કોરોના નેગેટીવ આવતા અને સાજા થતાં તેઓને અત્રેની ઝાયડસ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પોતાના જ આરોગ્ય કર્મચારી હોય રજા આપવા સમયે ભારે હદયદાવક દ્રશ્યો સર્જાયા હતા એટલું જ નહીં સાજા થઈને ઘરે જતા દર્દીએ અન્ય દર્દીઓ માટે જરૂર પડે તો પ્લાઝમા દાન કરવાની તૈયારી દર્શાવી હતી તો થોડા સમયમાં પુનઃ પોતાની સેવામાં જોડાવાની પણ તત્પરતા દાખવી હતી આમ આજે આરોગ્ય કર્મીને રજા આપતા હવે દાહોદમાં અન્ય બે કોરોના પોઝીટીવ દર્દીઓ હાલ સારવાર હેઠળ રહેવા પામ્યા છે. અત્રેની ઝાયડસ હોસ્પિટલમાં અદ્યતન એવા આઇસોલેશન વોર્ડમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાઈ રહી છે.આજે રજા લેનાર આરોગ્ય કર્મચારીએ ઝાયડસ હોસ્પિટલ પરિવારનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.અને આવો પ્રેમ જો અન્ય જગ્યાએ હોત તો મને ન મળ્યો હોત  તેવું જાણાવી ગદગદીત સ્વરે વિદાય લીધી હતી.

 

 

error: Content is protected !!