Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:કોરોનાના કાળા કેર વચ્ચે એક મહિના થી બંધ પડેલા ઔધોગિક એકમો ને ફરી ધમધમતા કરવા કલેકટરશ્રીની શરતી મંજૂરી…

દાહોદ:કોરોનાના કાળા કેર વચ્ચે એક મહિના થી બંધ પડેલા ઔધોગિક એકમો ને ફરી ધમધમતા કરવા કલેકટરશ્રીની શરતી મંજૂરી…

 રાજેન્દ્ર શર્મા,જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૭

દાહોદ જિલ્લાના ઉદ્યોગિક એકમો, વાણિજ્ય એકમોને શરૂ કરવામાં આવે તે માટે એ કલેક્ટર દ્વારા કમીટીનું ગઠન કરવામાં આવ્યું હતુ અને સરકારની માર્ગદર્શિકા તેમજ શરતોનો આધિન આ એકમોને મંજુરી આપવામાં આવી હોવાનું સત્તાવાર મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે ઉદ્યોગિક એકમો, વાણિજ્ય એકમોને ભારત સરકારની સુચનાઓનો અમલ કરવાની શરતે તથા તે સાથે રાજ્ય સરકાર અથવા જિલ્લા વહીવટી તંત્ર એ જે વિસ્તારને હોટસ્પોટ કે ક્વોરેન્ટાઈન ઝોન કરેલ હોય તેવા વિસ્તારમાંથી કોઈ કર્મચારી કે અધિકારી કામ ઉપર ના આવે તેની તકેદારી ધ્યાનમાં રાખી શરતોને આધિન મંજુરી આપવામાં આવી હતી. શરતોમાં જણાવ્યા અનુસાર, માર્ગદર્શિકા, એસઓપીનું પાલન કરવાનું, વખતો વખત જાહેર થતી નવી સુચનાઓનું પાલન, કોઈ શ્રમીકને કોરોનાના લક્ષ્ણો જણાય તો આરોગ્ય તંત્રને જાણ કરવા, હોટસ્પોટ વિગેરે જેવા જાહેર કરાયેલા વિસ્તારોમાં શ્રમીકોને લાવી શકાશે નહીં, અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવતા શ્રણીકોની માહિતી તંત્રને પુરી પાડવાની રહેશે, શ્રમ અને રોજગાર ખાતાની ૧૭ એપ્રિલ ૨૦૨૦ની નોટીફીકેશનની શરતોનું પાલન કરવાનું રહેશે. આ તમામ શરતોનો ભંગ થયેલ જણાશે તો અથવા તો કોવીડ – ૧૯ નો ફેલાવો અટકાવવા માટે આપેલ વખતો વખતની સુચનાઓની બેદરકારી દાખવવામાં આવેલ હોવાનું જણાયેથી આપેલ મંજુરી આપોઆપ રદ થયે, મંજુરી બાબતે કોઈ બેદરકારી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનુ પણ જણાવાયું છે. વધુમાં જણાવ્યા અનુસાર, કંપનીમાં કામ કરતાં કામદારો, શ્રમીકોને કંપની દ્વારા ઈસ્યુ કરેલ ઓળખપત્ર અને નાગરિક ઓળખપત્ર ફરજીયાત સાથે રાખવાના સુચનો સાથે કામદારોને લગતા સલામતી અને સ્વાસ્થ્ય બાબતના કાયદાઓનું પાલન કરવાનું રહેશે તેમજ યુનિટ કાર્યરત કરતાં પહેલા શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહશે સાથે જ કાર્ય સ્થળે સેનેટરાઈઝર રાખવાનુ તેમજ માસ્ક અને અંતર જળવાય તે રીતે કામકાજ કરવાનું રહેશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.

error: Content is protected !!