હિતેશ કલાલ @ સુખસર
ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ ગામે આરોગ્ય મહિલા કર્મચારી અને પોલીસ કર્મચારીઓની બાઈક વચ્ચે અકસ્માત, પ્રેગ્નન્ટ મહિલા કર્મચારી સહિત ૨ મહિલાઓને ગંભીર ઇજા,૧૦૮ એમ્બ્યુલન્સે લુણાવાડા લઈ જવાની ના પાડતા ખાનગી વાહનમાં રીફર કરાયા.
સુખસર તા.27
ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીઓ એક્ટીવા પર જઈ રહી હતી ત્યારે બલૈયા ક્રોસિંગ ગામે સામેથી આવતી પોલીસ જવાનની બાઈક સાથે અકસ્માત થયો હતો જેમાં બંને મહિલા આરોગ્ય કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં એક મહિલા કર્મચારી પ્રેગ્નન્ટ હોવાની માહિતી મળી હતી.સુખસર સરકારી દવાખાને પ્રાથમિક સારવાર બાદ લુણાવાડા રીફર કરાયા હતા જેમાં ૧૦૮ એમ્બ્યુલન્સે લઈ જવાની ના પાડતા ખાનગી વાહનમાં લઈ જવાયા હતા.
હાલમાં ગંભીર કોરોનાવાયરસના સંક્રમણ ના કારણે સરકારના આદેશ મુજબ આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ સહિત અનેક અધિકારીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. જેમાં સમયસર ફરજ પર હાજર રહેવા તેમજ ફિલ્ડ ની કામગીરી કરવામાં વાહનો લઇને ફરતા હોય છે.શુક્રવારના રોજ સાંજના સમયે મોટી ઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા પુષ્પાબેન અને પલકબેન એક્ટીવા પર જઈ રહ્યા હતા ત્યારે બલૈયા ક્રોસિંગ ગામે સામેથી આવતા પોલીસ જવાનોની બાઈક સાથે સામ સામે અથડાતા અકસ્માત થયો હતો.જેમાં બંને મહિલા આરોગ્ય કર્મચારીઓ અને ગંભીર ઈજા થતા સુખસર સરકારી દવાખાનામાં લઇ જવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ લુણાવાડા રીફર કરાયા હતા.૧૦૮ એમ્બ્યુલન્સે લુણાવાડા લઈ જવાની ના પાડતા બંને મહિલા કર્મચારીઓને ખાનગી વાહનમાં લઈ જવાની ફરજ પડી હતી.બંને મહિલા કર્મચારીઓ પૈકી એક મહિલા પ્રેગ્નન્ટ હોવાની માહિતી મળી હતી જેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અન્ય એક મહિલા કર્મચારી ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ટાકા લેવા પડ્યા હતા.