Monday, 25/10/2021
Dark Mode

સાગડાપાડા સરપંચ દ્વારા દિવાળીના તહેવાર ની ગરીબો સાથે ઉજવણી : વિધવાઓને સાડી નું વિતરણ કરાયું

સાગડાપાડા સરપંચ દ્વારા દિવાળીના તહેવાર ની ગરીબો સાથે ઉજવણી : વિધવાઓને સાડી નું વિતરણ કરાયું

હિતેશ કલાલ @ સુખસર 

સાગડાપાડા સરપંચ દ્વારા દિવાળીના તહેવાર ની ગરીબો સાથે ઉજવણી : વિધવાઓને સાડી નું વિતરણ કરાયું,
બાબુભાઈ અમલીયાર દ્વારા ૧૫૦ વિધવા મહિલાઓને સાડી નું દાન કરાયું
         
 સુખસર તા.26
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના આગેવાન બાબુભાઇ આંબલીયા દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે ગામની ૧૫૦ જેટલી વિધવા મહિલાઓને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
                ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામ પંચાયતના સરપંચ તેમજ ગામના આગેવાન બાબુભાઈ આમલીયાર દ્વારા વર્ષ દરમિયાન દિવાળી ઉત્તરાયણ અને રક્ષાબંધન ના તહેવાર પ્રસંગે ગામના નિરાધાર બાળકો વિધવા મહિલાઓને તહેવાર નિમિત્તે  રાસન કીટ અને વસ્ત્ર દાન કરવામાં આવે છે હાલમાં દિવાળીના તહેવાર નિમિત્તે ગામની ૧૫૦ જેટલી વિધવા મહિલાઓને સાડી નું દાન કરવામાં આવ્યું હતું ગામમાં  ફળિયામાં જઈને  વિતરણ કરવામાં આવ્યું હતું  અને  ગ્રામજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
error: Content is protected !!