દાહોદના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને એસપીશ્રી
૦૦૦
વસાવે રાજેશ
દાહોદ
દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા એસ.પી. શ્રી બલરામ મીણાએ ૧૩૩ – ગરબાડા એસ.ટી વિધાનસભા અને ધાનપુર તાલુકામાં સમાવિષ્ટ સંવેદનશીલ, ઓછા ટકાવારી ધરાવતા ૧૪ ગામોના ૨૩ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. અને મતદાન ટકાવારી કઈ રીતે વધે તે અંગે સબંધિત ચુંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતાં. તેમજ અહીંના ગ્રામજનો મોટી સંખ્યામાં મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે માટે લોકજાગૃતિના કાર્યક્રમો મોટા પ્રમાણમાં યોજવા જણાવ્યું હતું.
દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની મુલાકાત દરમિયાન ૧૩૩ – ગરબાડા ચુંટણી અધિકારીશ્રી, બંને તાલુકાના મામલતદાર શ્રી, સંબધિત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રી, સ્થાનિક ગામોના સરપંચશ્રીઓ અને જે તે મતદાન સ્થળના બી. એલ. ઓ. શ્રી ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦