Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જરૂરિયાત મંદોને રાહત કીટનું વિતરણ કરાયું,

ફતેપુરા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જરૂરિયાત મંદોને રાહત કીટનું વિતરણ કરાયું,

 હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જરૂરિયાત મંદોને રાસન કીટનું વિતરણ કરાયું,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ બે લાખ પરિવારોને કિટ આપવાનું આયોજન

સુખસર તા.23

ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના જરૂરીયાતમંદ પરીવારોને રાહત  કીટનું વિતરણ કરાયું હતું.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હસ્તે વિતરણ કરાયું હતું જિલ્લા સંઘ દ્વારા જિલ્લામાં બે લાખ પરિવારોને રાહત કીટ આપવામાં આવનાર હોવાનું મહામંત્રી હસમુખભાઈ પંચાલે જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે કોરોના સંક્રમણને લઈ લોકડાઉંન ની સ્થિતિ ચાલી રહી છે. દૈનિક મજૂરી કરી પેટીયુ રળતા પરિવારોને ખાવાના ફાફા મારવા નો વારો આવી રહ્યો છે.વહીવટી તંત્ર આવા પરિવારો માટે રાશનની ફાળવણી કરવામાં આવી રહી છે.જ્યારે કેટલીક સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓ પણ જરૂરિયાત મંદોને ફાળવણી કરી રહ્યા છે.ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ જરૂરિયાત મંદોને વહારે આવી સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરાઇ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.બી પટેલના માર્ગદર્શન હેઠળ બે લાખ જેટલા પરિવારોને રાસન કીટ આપવાનું આયોજન કરાયું છે જેમાં ફતેપુરા તાલુકા શિક્ષક સંઘ દ્વારા કંકાસીયા ગામેથી કીટ વિતરણની શરૂઆત કરાઈ હતી જેમાં શિક્ષક સંઘના મહામંત્રી હસમુખભાઈ પંચાલ સિનિયર મંત્રી રમેશભાઈ મછાર તાલુકા પ્રમુખ સુખલાલ પરમાર મંત્રી રમણભાઇ પટેલ મહેન્દ્રભાઈ લબાના પ્રદીપભાઈ  લબાના સહિત સંઘના હોદ્દેદારો દ્વારા જરૂરિયાત મંદોને કીટનું વિતરણ કરાયું હતું.

error: Content is protected !!