Sunday, 09/02/2025
Dark Mode

સંજેલીમાં 5 દુકાનદારો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો

સંજેલીમાં 5 દુકાનદારો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો

કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી તાલુકા મથકે આવેલી દુકાનોને નિયમ ભંગ કરતા પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી .

સંજેલી તા.22

સંજેલી તાલુકા મથકે સવારમાં પાંચ વાગ્યાના અંધારા સમયમાં જ ખાનગીરીતે ગામાડાના લોકો જોડે જીવનજરુરીયાત સિવાયની પણ દુકાનો ખોલી અને પોતાનો ધંધો શરૂ કરી દેતા અમુક વેપારીઓની લોક ચર્ચા.

હાલ વિશ્વ અને દેશ કોરો નાની મહામારી સામે લડી રહ્યું છે.ત્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે .સરકાર દ્વારા લોક ડાઉનમાં માત્રને માત્ર જીવન જરૂરિયાત સિવાયની દુકાનોને ખોલવા માટેની કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવી નથી. ત્યારે તેની દેખરેખ પોલીસ વિભાગ તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ રાખી રહયા છે . ત્યારે તે બાબતનું સઘન ચેકિંગ પણ વારંવાર હાથ ધરવામાં આવી રહ્યું છે .આમ સંજેલી તાલુકા મથકે પણ આજ રોજ માહિતીના આધારે સવારના વહેલી પરોઢે સંજેલીમાં આવેલ અમુક ઇસમો દ્વારા પોતાની દુકાનો ખોલી દેવામાં આવી હતી અને જાહેરનામાનો ભંગ કર્યો હતો . માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય વસ્તુના વેચાણ પર પ્રતિબંધ છે. તેમ છતાં પણ સંજેલીના ઝાલોદ રોડ ઉપર આવેલ એક ચાની દુકાનદાર ઈરફાન રજાક તૂરા તથા (2) સગીર સત્તાર મોડાસીયા અન્ય ચીજવસ્તુઓ વેચાણ કરતા હોવાની સંજેલી પોલીસને જાણ થતા (3) પપ્પુભાઈ પન્નાલાલજી નગર (4) ગોવિંદભાઈ વધીચંદજી નગર (5) રાહુલકુમાર રાજેન્દ્રકુમાર કલાલ રહેવાસી સંજેલી મંગળ બજારમાં આજે તા.૨૨/૦૪/૨૦૨૦ ને બુધવારના રોજ વહેલી સવારે પોતાની દુકાન ખોલીને બેસી જતા સરકારના જાહેર નામાનો ભંગ કરતાં હોઈ સંજેલી મહિલા P.S.I. ડી. જે. પટેલ તથા પોલીસ સ્ટાફ દોડી આવી આવા દુકાનદારોને ઝડપી પડ્યા હતા. તથા જાહેરનામાનો ભંગ કરનાર આ દુકાનદારો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!