Friday, 29/03/2024
Dark Mode

સંજેલી તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયતોમાં ૫૦૦૦ લિટર સેનેટાઈઝર દવાનું વિતરણ કરાયું

સંજેલી તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયતોમાં ૫૦૦૦ લિટર સેનેટાઈઝર દવાનું વિતરણ કરાયું

 કપિલ સાધુ @ સંજેલી 

 સંજેલી તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયતોમાં પાંચ હજાર લિટર સેનેટાઈઝર દવાનું વિતરણ, ભરૂચની શ્રીરામ કેમિકલ્સ ફેક્ટરીમાંથી નિઃશુલ્ક માં દવાનો જથ્થો ફળવાયો.

સંજેલી તા.22

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન મુજબ સંજેલી તાલુકામાં આવેલી તમામ ગ્રુપ ગ્રામ પંચાયતોમાં ભરૂચની શ્રીરામ કેમિકલના મેનેજર કલ્પેશ મહેતાના સહયોગથી પાંચ હજાર લિટર  સેનેટાઈઝરનો જથ્થો વિતરણ કરાયો હતો.સંજેલી તાલુકા વિકાસ અધિકારી એસ જે ભરવાડે મંગાવી ગ્રામ પંચાયતોને ફાળવણી કરી હતી.

હાલમાં કોરોના વાયરસના હાહાકાર ને ધ્યાને લઇ દાહોદ વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.ગામડાઓમાં સ્વચ્છ જળવાય તે પણ એટલી જ અગત્યની છે હાથ પાણીથી વારંવાર ધોવા બહાર નીકળવાનું થાય ત્યારે હંમેશા મોડા પર માસ્ક પહેરવું.સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વગેરે માહિતી આપવામાં આવી રહી છે. સંજેલી તાલુકામાં આવેલી ૧૮ ગ્રુપ ગ્રામ પંચાયતોમાં ગામને સ્વચ્છ બનાવવા માટે ભરૂચ ના ઝઘડિયા ખાતે આવેલી શ્રીરામ અકાલી કેમિકલના કંપની ના મેનેજર કલ્પેશ મહેતા ના સહયોગથી સંજેલી તાલુકા પંચાયત ના વિસ્તારને પાંચ હજાર લિટર સેનેટાઈઝર દવાનો જથ્થો નિઃશુલ્ક આપવામાં આવ્યો હતો.જે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન મુજબ સંજેલી તાલુકા વિકાસ અધિકારી એસ જે ભરવાડે દવાનો જથ્થો મંગાવી સંજેલી તાલુકા મા આવેલી માંડલી વાંસિયા ડુંગરા હીરોળા કરંબા પીછોડી સહિત તમામ ૧૮ ગુપ ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ તમામ ગામને સ્વચ્છતા બનાવવા માટે સેનેટાઈઝર દવા ના જથ્થાને સરપંચ તલાટીને બોલાવી તાલુકા પંચાયત મથકેથી વહેંચણી કરવામાં આવ્યું હતું  .

error: Content is protected !!