Thursday, 20/01/2022
Dark Mode

વીજ કરંટથી વીજકર્મીના મોત બાદ જુ.એન્જીનીયરને સસ્પેન્ડ કરવા સામે વ્યાપક વિરોધ:મધ્ય ગુજરાતની તમામ કચેરી ખાતે “એન્જિનિયર એસોસિએશન”દ્વારા “પ્લેકાર્ડ”બતાવીને વિરોધ પ્રદર્શન

વીજ કરંટથી વીજકર્મીના મોત બાદ જુ.એન્જીનીયરને સસ્પેન્ડ કરવા સામે વ્યાપક વિરોધ:મધ્ય ગુજરાતની તમામ કચેરી ખાતે “એન્જિનિયર એસોસિએશન”દ્વારા “પ્લેકાર્ડ”બતાવીને વિરોધ પ્રદર્શન

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૨

કેટલાક દિવસો પુર્વે દાહોદ તાલુકાના કતવારા પોલીસ મથકની હદમાં આવેલ એક નવાગામમાં એક વીજ કર્મચારીને 11 કેવીની લાઈન વાળા વીજ થાંભલા પર કામકાજ કરતી વેળાએ કરંટ લાગ્યા બાદ તેનું મોત નીપજ્યાની ઘટના બાદ રૂરલ વિભાગના નાયબ ઈજનેર અને જુનીયર ઈજનેરને તાત્કાલિક  અસરથી ફરજ મોકુફીના હુકમથી દાહોદના જી.ઈ.બી.ઈન્જીનીયર એસોશીએશનના કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.ત્યારે જુનિયર એન્જીનીયર ના સસ્પેન્શનના વિરોધમાં મધ્ય ગુજરાતના દાહોદ સહીત તમામ કચેરી ખાતે એન્જિનિરીંગ એસોસિએશન ના આશરે 500 જેટલા એન્જિનિયરોએ શોશ્યલ  ડિસ્ટન્સ જાળવી પ્લેકાર્ડ બતાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો

હાલના કોરોના વાયરસની મહામારીના કપરા કાળ દરમ્યાન સમગ્ર ભારતમાં લોકડાઉનનો ૨૧ દિવસનો પ્રથમ તબક્કો પુર્ણ કરી ફરી ૩જી મે સુધીનો બીજા તબક્કો જાહેર કરાયેલ છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાને લઈ આ કપરા કાળમાં સમગ્ર ભારતના નાગરિકો પોતાને ઘરમાં સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોરોના વોરિયર્સ તરીકે કામ કરનાર મેડિકલ, પોલીસ , વીજળી અને પાણી જેવા વિભાગના કર્મચારીઓની સેવાને વધાવેલ છે. આવા સંજાગોમાં જો  વીજળી ન હોય તો શુ પરિસ્થિતી  ઉભી થાય એવા માત્ર વિચાર આપણને ધ્રુજાવી દે તેમ છે જે વીજળીનું મહત્વતા પુરવાર કરવા પુરતું છે. આવા સમયે કેટલાક દિવસો પુર્વે દાહોદ જિલ્લામાં એક વીજ કર્મચારી વીજ પોલ પર સમારકામ કરતો હતો તે વેળાએ કરંટ લાગ્યાની ઘટનાની ચર્ચાઓ સાથે આ વિજ કર્મચારીનું મોત નીપજ્યું હોવાનુ બહાર આવ્યું હતુ. આ મામલે એમજીવીસએલના મેનેજીંગ ડિરેક્ટરના આદેશથી દાહોદના રૂરલ વિભાગના નાયબ ઈજનેર અને જુનીયર ઈજનેરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાના હુકમ સાથે દાહોદ જી.ઈ.બી.ઈન્જીનીયર કર્મચારી આલમમાં નારાજગી જોવા મળી રહી છે. આ સાથે તેઓએ જણાવ્યું હતુ કે, એમજીવીસીએલના ટેકનીકલ વિભાગના વડા એવા ચીફ ઈજનેર દ્વારા આ બાબતમાં સઘન તપાસના આદેશ આપી તેની સંપુર્ણ માહિતી મેળવ્યા બાદ મેનેજીંગ ડિરેક્ટર સાથે જરૂરી ચર્ચા પણ કરલે અને તેમના સ્પષ્ટ માનવા મુજબ આ ઘટનામાં નાયબ ઈજનેર કે જુનીયર ઈજનેરની કોઈ બેદરકારી જોવા મળેલ નથી તેમ દાહોદના જી.ઈ.બી.ઈન્જીનીયર એસોશીએશનના કર્મચારીનું કહેવું છે. વધુમાં જણાવ્યા અનુસાર, આવા અકસ્માતનું કારણ ઈજનેર જ હોય તેમ ધારણા રાખી અને તેના હકીકતનો તાગ મેળવ્યા વિના એક માત્ર કચેરીના વડા કે ઉપલા અધિકારી તરીકેની ફરજ ચુંક ગણી તે અધિકારીઓને સસ્પેન્ડ કરવો તે સંદર અન્યાય ગણાય. કામ કરનાર કર્મચારીને ક્યાંથી અને કેવી રીટે કરંટ લાગ્યો તેની આજદિન સુધી માહિતી મળેલ નથી અને તપાસનો વિષય છે.ત્યારે જુનિયર એન્જીનીયરના સસ્પેન્શનના વિરોધમાં મધ્ય ગુજરાતના દાહોદ સહીત તમામ કચેરી ખાતે એન્જિનિરીંગ એસોસિએશન ના આશરે 500 જેટલા એન્જિનિયરોએ શોશ્યલ  ડિસ્ટન્સ જાળવી પ્લેકાર્ડ બતાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો

error: Content is protected !!