Sunday, 08/09/2024
Dark Mode

દેવગઢબારિયા નગરમાં ચાર માસ અગાઉ બનેલા રસ્તામાં ભુવો પડ્યો:નગરપાલિકા દ્વારા વિકાસ કામોની આડમાં વેઠ ઉતારતા હોવાની બૂમો

દેવગઢબારિયા નગરમાં ચાર માસ અગાઉ બનેલા રસ્તામાં ભુવો પડ્યો:નગરપાલિકા દ્વારા વિકાસ કામોની આડમાં વેઠ ઉતારતા હોવાની બૂમો

 મઝહર અલી મકરાણી @ દે.બારીઆ 

દેવગઢબારિયા નગર પાલિકા દ્વારા વિકાસના કામોમાં જાણે વેઠ ઉત્તારાતી હોઈ તેમ નવીન બનેલ રસ્તામાં ભૂવો પડ્યો નગરજનોએ પાલિકા કર્મી તેમજ કોન્ટ્રાકટર ને સ્થળ ઉપર બોલાવવાની માંગ.
પાલિકા દ્વારા વિકાસનાના કામના નામે ચાલતી લાલીયાવાડી છતી થઇ.પાલિકાના અણધડ વહીવટથી નગરજનો ત્રસ્ત.

દે.બારીઆ તા.22

દેવગઢબારિયા નગરમાં પાલિકા દ્વારા વિકાસના કામોને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે નવીન બનેલા રસ્તામાં ભૂવો પડતાં પાલિકાની પોલ ખૂલી હોય તેમ નગરજનો ત્રસ્ત.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચીફ ઓફિસરની જગ્યા અનિયમિત થતા નગરમાં વિકાસના કામો ઉપર રોક  લાગી ગઈ હોય તેમ જોવાઇ રહ્યું છે. ત્યારે કેટલાક કામો ઓછી ગુણવત્તાના તો કેટલાક કામો કાગળ ઉપર અને કેટલાક કામો અંગત માણસોના વિસ્તારમાં થઇ રહ્યા

હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.ત્યારે આ પાલિકાના કથળેલા  વહીવટને લઇ નગરજનો અનેક કામો અટવાયા હોવાનું તેમજ વિકાસના કામો પણ થતાં ના હોવાથી નગર જાણો ત્રસ્ત બન્યા છે. ત્યારે આ પાલિકામાં સ્થાનિક કર્મી છેલ્લા કેટલા સમય થી એકજ ટેબલ ઉપર કામ કરતા હોવાથી તે અધિકારીઓ પણ જાડી ચામડી ના હોય તેમ કોઈ ની રજૂઆત હોય કે પછી કોઈની અરજી હોઈ તેનો સમય સર નિકાલ કરવામાં રસ ધરાવતા નથી તેવી બૂમો સંભળાઈ રહી છે જોકે દેવગઢ બારીયા નગરપાલિકા માં હાલમાં ચીફ ઓફિસર પણ હાજર ના રહેતા કેટલાય કામો પેન્ડિંગ પડ્યા છે. ત્યારે નગરમાં અગાઉ બનેલ ડામર રસ્તા પણ ઓછી ગુણવત્તાના બન્યા હોઈ તેમ જોવા મળી રહ્યું છે. ત્યાર ધાનપુર રોડના એક બત્તી પાસે ચાર માસ અગાઉ બનેલ ડામર રોડમાં રોડ બેસી જતા અને તેમાં મોટું ગાબડું પડતાં પાલિકાની પોલ ખૂલી હોઈ તેમ જોવાઇ રહ્યુ છે. ત્યારે આ ગાબડું પડતા સ્થાનિક લોકો એ સોશ્યલ મિડીયા ઉપર આ ગાબડાં પડેલ રોડના ફોટા મૂકતા આસપાસના લોકો ભૂવો જોવા દોડી આવ્યા હતા. ત્યારે આ ભૂવો અંગે પાલિકા તંત્રને સ્થાનિક નગરજનોએ જાણ કરતા પાલિકાના કોઈ જવાબદાર કર્મી ફરક્યું સુધ્ધાં ન હતા જેના કારણે સ્થાનિક લોકોમાં રોસ જોવા મળ્યા હતો અને પાલિકા ના જવાબદાર અધિકાર તેમજ રસ્તો બનાવનાર કોન્ટ્રાકટરને સ્થળ ઉપર બોલાવવાની માંગ કરી હતી. ત્યારે પાલિકાની ચાલતી આ લાલીયાવેડી કામગીરીમાં ક્યારે બદલાવ આવશે તે નગર જનો એ જોવાનું રહ્યું.

error: Content is protected !!