Friday, 22/11/2024
Dark Mode

ફતેપુરાના સુખસરમાં લોકડાઉનના ઉડ્યા ધજાગરા:સ્થાનિક વહીવટીતંત્ર કોરોનટાઇનમાં

ફતેપુરાના સુખસરમાં લોકડાઉનના ઉડ્યા ધજાગરા:સ્થાનિક વહીવટીતંત્ર કોરોનટાઇનમાં

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં જાણે લોકડાઉનનું ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. અહીંની ઈલેક્ટ્રીક, મોબાઈલ શોપ, ઠંડાપીણા, કાપડની દુકાન, ટાયરની દુકાન વિગેરે જેવી દુકાનો જાહેરમાં ખુલ્લી જોવાતી ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ થતો હોવાનુ પ્રતિત થઈ રહ્યું છે. તંત્ર દ્વારા હાલ માત્ર ઈમરજન્સી સેવાઓ અને જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓને તે પણ સમયમર્યાદા માટે ખુલ્લી રાખવાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં કરીયાણાની દુકાન, મેડીકલ સ્ટોર તેમજ શાકભાજીવાળાઓનો સમાવેશ થાય પરંતુ સુખસરનો આ નજારો જોતા જાણે લોકડાઉન વચ્ચે પણ બીજા વેપારીઓને છુટ આપી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. હાલ નગરજનોમાં પણ આ નજારો જાતા અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે. ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા આવા વેપારીઓ સામે લાલ આંખ કરશે કે પછી જૈસે થે વૈસેની પરિસ્થિતિ રહેવા પામશે?

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. સરહદી વિસ્તાર પણ સીલ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે લોકોની ભીડ ન થાય તેની તકેદારી રાખી તંત્ર દ્વારા જાહેર રોજગાર ધંધા બંધ રાખવાના જાહેરનામા પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. માત્ર ઈમરજન્સી સેવાઓ, કરીયાણાની દુકાન, મેડીકલ સ્ટોર્સ તેમજ શાકભાજીવાળાઓને સમયમર્યાદા અનુસાર છુટછાટ આપવામાં આવી છે ત્યારે વાત કરીએ દાહોદ જિલ્લાના સુખસર નગરની તો સુખસર નગરમાં કંઈક અલગ જ નજારો જાવા મળી રહ્યો છે. અહીંની કાપડની દુકાન, ઈલેક્ટ્રીક દુકાન, ટાયર એન્ડ ઓટો પાર્ટસની દુકાન,મોબાઈલની દુકાન વિગેરે જેવી દુકાનો જાહેર જનતા તેમજ તંત્રની નજર હેઠળ જાહેરમાં ખુલ્લી હોવાના નજારા સાથે લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકડાઉનના જાહેરનામાનો આ વિસ્તારમાં જાણે છડેચોક ભંગ થતો હોવાની પ્રતિત થઈ રહ્યું છે. એક તરફ આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય અને લોકોને બચાવવા રાતદિવસ અનેકવિધ કામગીરી કરી રહી છે ત્યારે અહીંના આવા વેપારીઓ દ્વારા સોશીયલ ડિસ્ટન્સ, જાહેરનામાનો ભંગ વિગેરેની ઐસી કી તૈસી કરતાં જોવા મળી રહ્યા છે. લાગતા વળગતા તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવે તો અનેક સઘળી હકીકત બહાર આવે તેમ છે.

error: Content is protected !!