Thursday, 21/11/2024
Dark Mode

મહેસુલી કર્મચારીઓની હડતાલ નો આજે આઠમો દિવસ:મામલતદાર કચેરીએ અરજદારોને ધરમધક્કા.

મહેસુલી કર્મચારીઓની હડતાલ નો આજે આઠમો દિવસ:મામલતદાર કચેરીએ  અરજદારોને ધરમધક્કા.

મહેસુલી કર્મચારીઓની હડતાલ નો આજે આઠમો દિવસ:મામલતદાર કચેરીએ અરજદારોને ધરમધક્કા.હિતેશ કલાલ @ સુખસર

મહેસુલી કર્મચારીઓની હડતાલ નો આજે આઠમો દિવસ
ફતેપુરા મામલતદાર કચેરી અરજદારોને ધરમધક્કા.માત્ર રેવન્યુ તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટર હાજર “રામરાજ્ય અને પ્રજા સુખી “જેવો માહોલ

 સુખસર તા.16
ફતેપુરા તાલુકા સહિત રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે જેનો આજે આઠમો દિવસ છે તાલુકામાં રોજ-બ-રોજ કામ અર્થે આવતા અરજદારોને ભારે હાડમારી વેચવાનો વારો આવ્યો છે માત્ર રેવન્યુ તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરો જ આવતા હોવાથી પ્રજાને ધક્કા ખાવાનો વારો આવ્યો છે રામરાજ્ય અને પ્રજા સુખી જેવો માહોલ સર્જાયો છે.
ફતેપુરા તાલુકા સહિત રાજ્યના વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા મહેસૂલી અધિકારીઓ કર્મચારીઓ ના પડતર પ્રશ્નોને લઇ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે ૯ ડિસેમ્બર થી હડતાલ પર ઉતર્યા હતા જેનો આજે આઠમો દિવસ થયો છે. તાલુકામાં વિવિધ કામગીરી અર્થે આવતી પ્રજાને અધિકારીઓ હાજર ન હોવાથી ધક્કા ખાવાનું વારો આવ્યો છે છેલ્લા અઠવાડિયાથી પ્રજા ધક્કા ખાઈ રહ્યું છે પુરવઠા વિભાગ મધ્યાહન વિભાગ મહેસુલ વિભાગ ચૂંટણી વિભાગ મતદારયાદી વિભાગ તેમજ વિવિધ દાખલાઓ તેમજ નકલ કઢાવવા માટે આવતા વિદ્યાર્થીઓ ખેડૂતો ને હેરાન ગતિ ભોગવવાનો વારો આવ્યો છે મામલતદાર કચેરીમાં હાલમાં માત્ર રેવન્યુ તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરો જ આવતા હોવાનું જાણવા મળ્યું હતું.

error: Content is protected !!