Saturday, 08/02/2025
Dark Mode

છોકરી ભગાડી ગયાની અદાવતે મહિલાઓ દ્વારા મકાનના તોડફોડનો વિડીયો શોશ્યલ મીડિયામાં થયો વાયરલ: પોલીસ તપાસમાં જોતરાઈ

છોકરી ભગાડી ગયાની અદાવતે મહિલાઓ દ્વારા મકાનના તોડફોડનો વિડીયો શોશ્યલ મીડિયામાં થયો વાયરલ: પોલીસ તપાસમાં જોતરાઈ

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર ના કાળિયા ગામે  મકાનના તોડફોડ નો વિડીયો થયો વાયરલ.ગામના જ યુવક દ્વારા છોકરી ભગાડયા હોવાની અદાવતે ઝઘડો થયો.

પ્રતિનિધિ દ્વારા સુખસર

ફતેપુરા તાલુકાના સુખસર નજીક આવેલા કાળીયા ગામે મકાન ના નલિયાની  તોડફોડ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેને લઇને પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તેમજ ગામના યુવક દ્વારા છોકરી ભગાડ્યા હોવાની અદાવતે ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા યુવતીની માતાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ યુવક અને યુવતીને પણ પકડી લેવાયા હોવાનું જાણવા મળ્યું હતું.

        ફતેપુરા તાલુકાના સુખસર નજીક આવેલા કાળીયા ગામે ગામના યુવક દ્વારા છોકરી ભગાડી લઈ ગયા હોવાની અદાવતે એક મકાનમાં તોડફોડ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેમજ યુવતીની માતા દ્વારા આ બાબતે સુખસર પોલીસ મથકમાં ફરિયાદ પણ અપાઇ હતી વીડિયોમાં મહિલાઓ દ્વારા મકાન પર ચડીને લાકડીઓના ફટકા મારી  તોડફોડ કરાતી હોવાની ઘટના ને લઈ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો આ કેસમાં સુખસર પોલીસ દ્વારા બન્ને યુવતીઓને પકડી લાવવામાં આવ્યા હતા અને  આગળની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

error: Content is protected !!