Monday, 09/09/2024
Dark Mode

દાહોદ નગર સહીત આસપાસના વિસ્તારમાં તસ્કરો બન્યા બેફામ:એક બંધ મકાને નિશાન બનાવી તસ્કરો થયાં ફરાર:પોલિસ તપાસમાં જોતરાઈ

દાહોદ નગર સહીત આસપાસના વિસ્તારમાં  તસ્કરો બન્યા બેફામ:એક બંધ મકાને નિશાન બનાવી  તસ્કરો થયાં ફરાર:પોલિસ તપાસમાં જોતરાઈ

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ નગર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બન્યા સક્રિય,કોરોના મહામારીમાં રાત્રે કર્ફ્યુ દરમિયાન અને પોલિસની નાઈટ નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી તસ્કરોએ આપ્યો ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ, એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સરસામાન સહીતની માલમત્તા પર કર્યો હાથફેરો,શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં એક સપ્તાહમાં એક મંદિર, બેંક સહીત ત્રણ ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરો બેફામ બનતા લોકોમાં ભયની સાથે ફફડાટ ફેલાયો, પોલિસે જૂની અને ભંગાર સિસ્ટમની વચ્ચે રાબેતા મુજબ કાર્યવાહી શરુ કરી જ્યારે તસ્કરો ક્યારે ઝબ્બે થશે તે યક્ષપ્રશ્ન?

દાહોદ તા.29

દાહોદ તાલુકાના રળિયાતી ગામે આવેલ વૃંદાવન સોસાયટીમાં કોરોના મહામારીને જોતા રાત્રી કર્ફ્યુ દરમિયાન તેમજ દાહોદ તાલુકા પોલીસની નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદરથી બે એલ ઈ ડી ટીવી તેમજ વાસણો વિગેરે ચોરી કરી લઇ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જોકે એક સપ્તાહમાં નગર  સહિત આસપાસના વિસ્તારોમાં ત્રણ જેટલી ચોરીની ઘટનાઓથી નગરજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર વૃંદાવન સોસાયટીમાં રહેતા જીગ્નેશકુમાર રાજેશકુમાર બારીઆના બંધ મકાનમાં ગતરાત્રીના સમયે અજાણ્યા ચોરી ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદરથી ૨ એલઈડી ટીવી, વાસણો વિગેરે ચોરી કરી લઇ ગયા હતા અને સામાન પણ વેર વિખેર કરી ગયા હતા. વહેલી સવારે ઉપરોક્ત મકાનના માલિક ને પોતાના મકાનમાં ચોરી થઇ હોવાની જાણ થતા પોલીસ મથક નો સંપર્ક સાંધ્યો હતો અને પોલીસ પણ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી પોલીસે આ સંબંધે જરૂરી તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે.તસ્કર ટોળકીએ છેલ્લા કેટલાક સમયથી દાહોદ નગર સહિત આસપાસના વિસ્તારોમાં તસ્કર ટોળકી સક્રિય બનવા પામી છે.આ તસ્કર ટોળકીએ છેલ્લા એક સપ્તાહમાં એક બેંક, મંદિર, ત્રણ દુકાનો તેમજ એક મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરીનો પ્રયાસ કર્યો છે ત્યારે હાલની કોરોના મહામારી ની વચ્ચે રાત્રી કર્ફ્યુ અમલમાં છે.અને પોલીસની નાઈટ પેટ્રોલીંગ પણ સતત કાર્યરત છે ત્યારે પોલીસની નાઇટ પેટ્રોલિંગનો છેદ ઉડાવી તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થવામાં સફળ થયા છે.ત્યારે નગરજનોમાં પણ પોલીસની નબળી કામગીરી સામે અનેક સવાલો ખડા થવા પામ્યા છે. ત્યારે નગરજનો સહિત આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે પોલીસ જૂની સિસ્ટમના સથવારે છેલ્લા એક સપ્તાહમાં બનેલ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલાશે કે કેમ? એ તો આવનાર સમય બતાવશે.જ્યારે હાલ તાલુકા પોલિસે પ્રાથમિક માહિતી લઇ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે

error: Content is protected !!