જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.15
આજ રોજ દાઉદી વ્હોરા સમાજ દ્વારા ધર્મ ગુરુ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ ની ૧૦૯મી વર્ષ ગાંઠ અને હિસ હોલીનેસ ડો સૈયદના મુફદલ સેફુદ્દીન સાહેબની ૭૬ મિલાદ નિમીતે દાહોદ શહેરમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું.વહેલી સવારે નીકળે આ જુલુસ શહેરના સ્ટેશન રોડ થી ભાગીની સમાજ, યાદગાર ચોક,નગરપાલિકા, થઈ એમ.જી.રોડ વિસ્તાર થી ખુબ જ શાંતિ પૂર્વ વાતાવરણમાં નીકળ્યું હતું. શહેરના જુદા જુદા મુખ્ય માર્ગો થી જુલૂસ પસાર થયુ.આ જુલુસમાં દાહોદના સાંસદ નગરપાલિકાના પ્રમુખ અને પોલીસ અધિકારીઓ વગેરે આ જુલુસમા જોડાયા હતા સાથે સાથે આમિર સાહેબો અગ્રણીઓ સમાજના બાળકો , પરિવાર જુલૂસમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. મહત્વપૂર્ણ આ જુલુસમાં બગીઓ,ઘોડાઓ,મોટર સાયકલો સહિત જમાલી સ્કૂલનું,બેન્ડ એચ.વી.એસ., બેન્ડ સ્કાઉટ બેન્ડ સહિત ચાર બેન્ડ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. વિવિધ માર્ગો પર ફરી જુલુસ પોતાના નિર્ધારિત સ્થાન એટલે કે શહેરની નજમી મસ્જિદ ખાતે સંપન્ન થયું હતું.