Wednesday, 17/08/2022
Dark Mode

ધાનપુર તાલુકાના પાવ ગામે ફાયનાન્સ કર્મચારીની રહસ્યમયી સંજોગોમાં હત્યાં કરાયેલી લાશ મળી આવતા ચકચાર,બંદુકના ભડાકે હત્યાં કરાઈ હોવાની આશંકા:પોલિસ તપાસમાં જોતરાઈ

ધાનપુર તાલુકાના પાવ ગામે ફાયનાન્સ કર્મચારીની  રહસ્યમયી સંજોગોમાં હત્યાં કરાયેલી લાશ મળી આવતા ચકચાર,બંદુકના ભડાકે હત્યાં કરાઈ હોવાની આશંકા:પોલિસ તપાસમાં જોતરાઈ

   નીલ ડોડીયાર, દાહોદ 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામે ખાનગી ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતા  કર્મચારીની હત્યા, નાણાંની લેતી દેતી કે પછી અન્ય કોઈ કારણ? પોલીસ ઘટના સ્થળે,ફિંકેર  ખાનગી ફાઇનાન્સ કંપનીમાં ફરજ બજાવતા કર્મી, ફાઇનાન્સના કામ અર્થે ગયેલ યુવકની હત્યા, ગોળી મારી હત્યા થઈ હોવાની આશંકા, હત્યાનું ઘૂંટાતું રહસ્ય

દાહોદ તા.07

ધાનપુર તાલુકાના પાવ ગામે ફિન્કેર ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતા એક યુવકને દિન દહાડે ગોળી મારી હત્યા થઇ હોવાની આશંકા યુવકની હત્યા પાછળ નું રહસ્ય અકબંધ પરિવારજનોએ ગુન્હો નોધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

દાહોદ જિલ્લા ના ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામનો રહેવાસી રાજેશ ધનાભાઇ સુવાણ ફીંકેર (ફાઇનાન્સ) કંપનીમાં ફરજ લીમખેડા ખાતે ફરજ બજાવતો હતો.અને ત્યારબાદ ધાનપુર તાલુકામાં આ ફિંકર ફાઈનાન્સ કંપનીની બ્રાન્ચ ચાલુ થતાં રાજેશ સુવાણ કલેક્શનનું કામ કરતો હતો.ત્યારે આજરોજ પણ તે રોજની જેમ ફાઈનાન્સ કંપની ના કલેક્શનમાં ગયો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે તે ધાનપુર તાલુકાના પાવ ગામે કલેક્શન કરવા માટે ગયો હતો.તે વખતે રસ્તામાં કોઈક કારણસર તેને કોઈક અજાણ્યા ઈસમ દ્વારા તેને આંખની ભાગે ગોળી મારતાં તે લોહી લુહાણ હાલત માં ત્યાંજ ઢળી પડ્યો હતો.તે પછી તેને સારવાર અર્થે ધાનપુર ખસેડયો હતો.જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર અર્થે તેને દેવગઢ બારિયા સરકારી હોસ્પિટલમાં ખસેડતા ત્યાંના હાજર તબીબે તેને મૃત જાહેર કરતા તેના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.જ્યારે આ બનાવ અંગેની જાણ પોલીસ ને થતાં ડી.વાય.એસપી સહિતનો કાફલો ઘટનસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.ત્યારે આ હત્યા પાછળનું રહસ્ય અકબંધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હાલ આ સમાચાર લખાયા ત્યાં સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

error: Content is protected !!