Wednesday, 28/07/2021
Dark Mode

કોરોનાનો ખતરો……. રાજસ્થાનના ભવાનીમંડી જઈ આવેલો ગરબાડાના ભીલવાનો યુવક કોરોના સંક્રમિત થયો:યુવકના પરિવાર સહીત હોસ્પિટલના સ્ટાફને કોરોનટાઇન કરાયાં:જિલ્લામાં કોરોના વાયરસના ત્રણ કેસ નોંધાયા

કોરોનાનો ખતરો……. રાજસ્થાનના ભવાનીમંડી જઈ આવેલો ગરબાડાના ભીલવાનો યુવક કોરોના સંક્રમિત થયો:યુવકના પરિવાર સહીત હોસ્પિટલના સ્ટાફને કોરોનટાઇન કરાયાં:જિલ્લામાં કોરોના વાયરસના ત્રણ કેસ નોંધાયા

જીગ્નેશ બારીયા @ દાહોદ, વિપુલ જોષી @ ગરબાડા 

દાહોદ તા.૧૪
ગરબાડા તાલુકાના ભીલવા ગામના નદી ફળિયા વિસ્તારમાં રહેતા એક ૨૭ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર ગઇ કાલ તા. ૧૩ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા ૧૩ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાં બે સેમ્પલ રિપિટ હતા. આ સેમ્પલના આજે પરિણામો આવતા એક વ્યક્તિને કોરોના સંક્રમિત હોવાનું માલૂમ પડ્‌યું છે. બાકીના ૧૦ સેમ્પલ નેગેટિવ છે. આ યુવાન ગત્ત તા.૮ના રોજ રાજસ્થાનના ભવાની મંડી ખાતે ગયો હોવાનું હાલના તબક્કે આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે.એ બાદ શ્વાસના લક્ષણો સાથે દાહોદની હોમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દાહોદમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતના ત્રણ કેસ નોંધાવા પામ્યા છે

દાહોદ શહેરમાં ગઈકાલે હેલ્થ કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યારે આરોગ્યવિભાગે આરોગ્ય વિભાગ દ્વારા મોકલેલા ૩૬ સેમ્પલોમાંથી ૨૩નો રિપોર્ટ આવ્યા હતા જે પૈકી ૨૨ નેગેટિવ આવ્યો હતો અને એક હેલ્થ કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.અને ૧૩ નો રિપોર્ટ બાકી હતો ત્યારે આજરોજ ૧૩ ના રિપોર્ટ પૈકી ૧૦ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને એક ૨૭ વર્ષીય યુવકને શરદી ખાંસી, જેવા રોગમાં કોરોનાના સેમ્પલ કરતાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને ૨ ના સેમ્પલો નો ફરી રિપોર્ટ માટે મોકલ્યું હોવાનું જાણવા મળેલ છે.

દાહોદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ એક પછી એક કોરોનાના રિપોર્ટાેના કેસ વધતા હાલ કુલ ૩ પોઝીટવ કેસ નોંધાતા શહેર સહિત જિલ્લાવાસીઓમાં ચિંતાનો માહૌલ છવાઈ ગયો છે. ગરબાડા તાલુકાના ભીલવા ગામના નદી ફળિયામાં રહેતા એક ૨૭ વર્ષીય યુવનાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાની ખબરો સાથે આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. આ યુવાન રાજસ્થાનના ભવાની મંડીમાં ગત તા.૮મી ના રોજ ગયો હોવાની ખબરો સાથે હાલ ચેકપોસ્ટો પર તૈનાત પોલીસ તંત્ર તેમજ આરોગ્ય તંત્રની ટીમો ઉપર અનેક સવાલો ઉભા પણ થવા પામ્યા છે. હાલ જે પરિસ્થતી સાંભળવા અને જોવા મળી રહી છે તેની ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે, લગભગ દાહોદને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો પર કદાચ નીગરાની રાખવામાં નિષ્કાળજી રાખવામાં તો નથી આવી રહી ને? આમેય રાજસ્થાનના કુશલગઢ તેમજ મધ્યપ્રદેશના ઈન્દૌરના વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવેલ છે ત્યારે આવા સરહદી વિસ્તારમાં આવતાં લોકો કેવી રીતે દાહોદની સરહદે પ્રવેશ કરી શકે? દાહોદની સરહદો પર કંઈક કાચુ તો નથી રંધાઈ રહ્યું ને? જેવા અનેક સવાલો હાલ દાહોદ જિલ્લાવાસીઓમાં ઉદ્‌ભવવા પામ્યા છે ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પાસે હજુ પણ સમય છે કે આવા સરહદી વિસ્તારો પર ચાંપતી નજર રાખવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

આમ દાહોદ શહેરમાં કોરોના પોઝીટીવનો ત્રીજો કેસ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે વહીવટીતંત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને કોરોના પોઝીટીવ આવેલા યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી સહીત અન્ય જાણકારીઓ લેવામાં જોતરાઈ ગયા છે.

ગરબાડા પંથકમાં કોરોના સંક્રમણનો કેસ નોંધાતા પંથકમાં ભયનો માહોલ:હોસ્પિટલ સહીત ભીલવા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સૅનેટાઇઝ તેમજ દવાનો છટકાવ કરાયો 

 ભીલવા ગામે આ યુવક જ્યાં રહેતો હતો ત્યા અને આખા ગામમાં આરોગ્ય તંત્રની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને આ વિસ્તારમાં સેનેટાઈઝર ઝંટકાવ કરી હાલ આરોગ્ય તંત્રની ટીમ દ્વારા તપાસની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ આ યુવક દાહોદ શહેરની જે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો તે હોસ્પિટલ તેમજ વિસ્તાર ખાતે પણ સેનેટરાઈઝરનો મારો ચલાવ્યો હતો.આ યુવકના સંપર્કમાં કોણ કોણ હતુ? તેવા અનેક પાસાઓ પર તપાસની કામગીરી તેજ કરી દેવામાં આવી રહી છે. હાલ તો ભીલવા ગામમાં લોકોમાં સન્નાટો છવાઈ ગયો છે ત્યારે બીજી તરફ એક પછી એક કોરોના પોઝીટીવના કેસો દાહોદમાં દસ્તક દેતા લોકોમાં ભયનો માહૌલ જાવા મળી રહ્યો છે. આ યુવક રાજસ્થાનના ભવાની મંડીમાં શા માટે ગયો હતો? કેવી રીતે તે દાહોદ આવ્યો? રસ્તામાં નાકાબંધીમાં ઉભેલ પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્રએ તેની તપાસ હાથ ધરી હતી કે પછી નહીં? જેવા અનેક સવાલો હાલ દાહોદ જિલ્લાવાસીઓમાં ઉદ્‌ભવવા પામી છે.

કોરોના સંક્રમણના લક્ષણવાળા વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ :વહીવટીતંત્રને જાણ કરાઈ હતી? કે કેમ? તે તપાસનો વિષય 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જ્યારે આ યુવકને શરદી,ખાંસી જેવા લક્ષણો જાવાતા તે દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે, ખાનગી હોસ્પિટલમાં તબીબ દ્વારા પરિસ્થતીની ગંભીરતાને ધ્યાને લઈ આ બાબતની જાણ વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રને આ વિષયની જાણ કેમ ના કરી? શા માટે તેને પોતાના હોસ્પિટલમાં આ દર્દીને સારવાર અપાઈ? જ્યારે દાહોદમાં વહીવટી તંત્ર દ્વારા કોરેન્ટાઈનની સુવિધાઓ પુરી પાડવામાં આવી ત્યારે આ હોસ્પિટલના તબીબ દ્વારા શા માટે પોતાની જ હોસ્પિટલમાં દર્દીને રાખવામાં આવ્યો હશે? જેની અનેક ચર્ચાઓએ હાલ જિલ્લાવાસીઓમાં થવા પામી છે.

આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે  ગરબાડાના ભીલવા ગામના ૧૨ જેટલા વ્યક્તિઓને  કોરેન્ટાઈન કરાયા:કોરોના સંક્રમણના વધુ એક કેસથી લોકોમાં ભયનો માહોલ  

યુવકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાની ખબરો સાથે જ ભીલવા ગામે તથા દાહોદની ખાનગી હોસ્પિટલના આજુબાજુના વિસ્તારને સેનેટરાઈઝરનો ઝંટકાવ કરવા દોડી ગયેલ આરોગ્ય તંત્ર

ભીલવા ગામે આ યુવક જ્યાં રહેતો હતો ત્યા અને આખા ગામમાં આરોગ્ય તંત્રની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને આ વિસ્તારમાં સેનેટાઈઝર ઝંટકાવ કરી હાલ આરોગ્ય તંત્રની ટીમ દ્વારા તપાસની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ આ યુવક દાહોદ શહેરની જે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો તે  હોસ્પિટલ તેમજ આસપાસ વિસ્તાર ખાતે પણ સેનેટરાઈઝરનો મારો ચલાવ્યો હતો.આ યુવકના સંપર્કમાં કોણ કોણ હતુ? તેવા અનેક પાસાઓ પર તપાસની કામગીરી તેજ કરી દેવામાં આવી રહી છે. હાલ તો ભીલવા ગામમાં લોકોમાં સન્નાટો છવાઈ ગયો છે ત્યારે બીજી તરફ એક પછી એક કોરોના પોઝીટીવના કેસો દાહોદમાં દસ્તક દેતા લોકોમાં ભયનો માહૌલ જાવા મળી રહ્યો છે. આ યુવક રાજસ્થાનના ભવાની મંડીમાં શા માટે ગયો હતો? કેવી રીતે તે દાહોદ આવ્યો? રસ્તામાં નાકાબંધીમાં ઉભેલ પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્રએ તેની તપાસ હાથ ધરી હતી કે પછી નહીં? જેવા અનેક સવાલો હાલ દાહોદ જિલ્લાવાસીઓમાં ઉદ્‌ભવવા પામી છે. ઘટનાને પગલે દર્પણ સિનેમા રોડ ખાતે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.

error: Content is protected !!