Wednesday, 28/07/2021
Dark Mode

ગરબાડાના ઝરીમાં તું મને ગમતી નથી તેમ કહી પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યાં કરતાં ચકચાર

ગરબાડાના ઝરીમાં તું મને ગમતી નથી તેમ કહી પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યાં કરતાં ચકચાર

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તાલુકા મા આઠ દિવસમાં જ બીજી હત્યાની ઘટના,ઝરીખરેલીમાં પત્ની ગમતી નહીં હોવાના કારણે પતિએજ ગળું દબાવી પત્નીની હત્યા કરતા ચકચાર,હત્યારા પતિની ધરપકડ કરી કરદેસરની કાર્યવાહી,એક વર્ષ અગાઉ નઢેલાવ ગામની મરણ જનાર યુવતીના લગ્ન ઝરી ખરેલી ગામે થયા હતા.

ગરબાડા તા.14

ગરબાડા તાલુકામાં આઠ દિવસ પહેલા જ આંબલી ખજુરીયામા જુની અદાવતની ઘટનામાં ફાયરિંગમાં એક યુવકની હત્યા થઈ હતી.જેના પડઘા હજી શાંત નથી.પડ્યા ત્યારે તાલુકાના ઝરીખરેલીમાં તું મને ગમતી નથી, મારે તને રાખવી નથી તેમ કહી પતિ એજ પોતાની પત્નીને ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતારવાની ઘટનાના પગલે સમગ્ર પંથક ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના સંદર્ભે મરણ જનાર યુવતીના પિતા દ્વારા ગરબાડા પોલીસ માથકે હત્યારા પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
જ્યારે યુવતીની લાશને પોસ્ટમર્ટમ માટે ગરબાડાના સરકારી દવાખાને મોકલવામાં આવી હતી.
પોલીસ વિભાગ દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના આંબલી ફળિયામાં રહેતા મલસીંગભાઈ માનસીંગભાઈ ભાભોરની પુત્રી શિતલબેન ઉ.વ.૨૨ ના લગ્ન એક વર્ષ પહેલા જ ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામના પરેશભાઈ હેમરાજ કટારા સાથે થયા હતા. લગ્ન બાદ થોડો સમય શિતલબેન ઘરે રહેલ ત્યારબાદ તે તેના પતિ સાથે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામે ધંધો મજૂરી કરવા માટે ગયેલ અને વાર તહેવારે તે તેના પિતાના ઘરે આવતી-જતી હતી. શિતલબેન જ્યારે પણ તેના પિતાના ઘરે આવતી ત્યારે કહેતી કે મારો પતિ મારી સાથે પત્ની તરીકેનો સંબંધ રાખતો નથી, તું મને ગમતી નથી, મારે તને રાખવી નથી, તેમ કહી બોલાચાલી કરતો હોય તેમ જણાવતી હતી. તેમછતા તેના પિતા તેને પરત તેને પતિ પાસે મોકલી આપતા હતા. હાલમાં હોળીના તહેવાર ઉપર શિતલબેન પિતા ખેરાલુ શિતલને તેડવા ગયેલ અને ઘરે લાવ્યા હતા. તે સમયે પણ શિતલબેને પતિ સંબંધ રાખતો નહીં હોવાની વાત દોહરાવી હતી. શિતલ ૧૫ દિવસ તેના પિતાના ઘરે રોકાયેલ ત્યારબાદ જમાઈ તેને તેડવા આવેલ જેથી શિતલના પરિવારજનોએ આ વખતે ભાંજગેડીયાને બોલાવેલ અને તેમણે તમામ હકીકત કહી હતી જેથી ભાંજગેડીયા જમાઈ પરેશને સંબંધ બાબતે કહેલ કે, અમો કઈ દવાદારૂ કરાવીએ તો જવાબમાં પરેશભાઈએ કોઈ તકલીફ નથી તેમ કહેલ અને હવે પછી શીતલ સાથે સારો સંબંધ રાખીસ તેમ કહેતા શીતલના પરિવારજનોએ શિતલને તેના પતિ સાથે મોકલી આપેલ. ત્યાર બાદ કોરોના વાયરસના પગલે છોકરી જમાઈ કામે ગયેલ ન હતા અને ઘરે જ રહેતા હતા. તે દરમ્યાન શીતલ ઘરે ફોન કરી પરિવારજનો સાથે વાતચીત કરતી હતી. તારીખ.૧૩/૦૪/૨૦૨૦ ના રોજ બપોરના બાર વાગ્યાના સુમારે પણ શીતલે તેના ભાઈ વિકેશ સાહીત પરિવારજનો સાથે વાતચિત કરી હતી ત્યારબાદ સાંજના સાતેક વાગ્યાના અરસામાં જમાઈ પરેસનો ફોન શિતલના ભાઈ વિકેશ ઉપર આવેલ અને કહેલ કે, શિતલને કઈક થઈ ગયું છે અને ૧૦૮ મારફતે તેને ગરબાડા દવાખાને લઈ જઇયે છીએ. જેથી શિતલના પરિવારજનો તાત્કાલિક ગરબાડાના સરકારી દવાખાને પહોંચ્યા હતા જ્યાં તેઓને શિતલની લાશ જોવા મળી હતી જેના ગળા ઉપર લાલાશ પડતો કાપો હતો. આ બાબતે મૃતક શિતલના પિતા દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે અને જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શીતલના પતિ એજ ઘરમાં પડેલ કોઈ કપડાં વડે શિતલના ગળે ટૂંપો દઈ મારી નાંખેલ છે. આ ઘટના સંદર્ભે પોલીસે શિતલના પતિ પતિ પરેશભાઈ હેમરાજ કટારાની અટક કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!