Thursday, 21/11/2024
Dark Mode

મધ્યપ્રદેશના વહીવટીતંત્રની ગંભીર ભૂલના કારણે દાહોદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો

મધ્યપ્રદેશના વહીવટીતંત્રની ગંભીર ભૂલના કારણે દાહોદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાને કોરોના વાયરસના સંક્રમણથી દુર રાખવાના દાહોદ જિલ્લાના વહીવટી તંત્રના અથાગ પરિશ્રમ અને મહેનતથી છેલ્લે સુધી દાહોદ જિલ્લો સુરક્ષિત હતો અને કહેવા જઈએ તો હાલ પણ સુરક્ષિત છે. પરંતુ ગઈકાલના એક પોઝીટીવ કેસથી સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે પરંતુ આ સંપુર્ણ બાબતમાં બેદરકારી કોની? જેને પગલે દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ પગપેસારો કરે તો નવાઈ પામવા જેવું નહિ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસતંત્ર દ્વારા તો દિવસ રાત એક કરી પોતાની નિષ્ઠાસભર કામગીરી કરવામાં આવી જ રહી હતી પરંતુ ઈન્દૌર થી દાહોદ ખાતે દફનવિધિ કરવા આવેલ સમુહમાં બાળકીને કોરોના વાયરસ કેવી રીતે આવ્યો હતો.? જોવા જઈએ તો મધ્યપ્રદેશની એટલે કે, ઈન્દૌર વહીવટી તંત્ર દ્વારા આવા લોકડાઉનના કપરા સમયે દફનવિધિ માટે દાહોદ જવાની પરવાનગી આપી હશે કે કેમ તો તે ગંભીર ભુલ કહેવાય. હાલ દાહોદ જિલ્લાવાસીઓમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ એક પોઝીટીવ કેસથી હાલ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને મળતી માહિતી પ્રમાણે યાદગાર ચોકના કુંજડવાડ તેમજ કસ્બા વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે મધ્યપ્રદેશની એટલે કે, ઈન્દૌરના વહીવટી તંત્રની ગંભીર ભુલ અને બેદરકારી હોવાનું હાલ દાહોદ જિલ્લાવાસીઓમાં ચર્ચાઓ થવા માંડી છે. કોરોના વાયરસે ઈન્દૌર ખાતે પણ પગપેસારો કરતા ઇન્દોર કોરોનાંનો હોટસ્પોટ બનતા રોજના કોરોના પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. આવા સમયે ઈન્દૌરમાં સખ્ત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આવા સમયે બે દિવસ અગાઉ ઈન્દૌરથી દફન વિધિ માટે દાહોદ વતન ખાતે આવેલ ઇસમનું દાહોદનું ખંગેલા ચેકપોસ્ટ પર મેડીકલ સ્ક્રિનિંગ થયું હતુ અને જ્યાં તેઓમાં પ્રાથમિક લક્ષ્ણો જાવા મળ્યા ન હતા અને જેથી તેઓને દફન વિધિ માટે શહેરમાં પ્રવેશવા દેવામાં આવ્યા હતા . આ બાદ દાહોદ આરોગ્ય ટીમ અને પોલીસની ટીમે સાથે રહી આ વ્યક્તિઓને કબ્રસ્તાન લઈ જઈ દફનવિધિ પુર્ણ કરાવી હતી. આ બાદ આ તમામ વ્યક્તિઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં હોમ કોરેન્ટાઈનમાં પણ મુકી દેવામાં આવ્યા હતા. આ પૈકી તમામ ના મેડીકલ રિપોર્ટમાં નેગેટીવ આવ્યા હતા જ્યારે ૯ વર્ષીય બાળકીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું હતુ અને આ બાળકીને વડોદરા ખાતે વધુ સારવાર અર્થે મોકલી પણ દેવામાં આવી હતી. દાહોદમાં કોરોનાનો પ્રથમ કેસ પોઝીટીવ મળ્યાના સમાચાર સાથે દાહોદ જિલ્લાવાસીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સાથે જ આરોગ્ય, વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર એલર્ટ બન્યુ હતુ. આજરોજ આરોગ્યની ટીમ દ્વારા કસ્બા, કુંજડાવાડ તેમજ વણઝારવાડ જેવા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી રહી છે. મળતી માહિતી પ્રમાણે કુંજડાવાડ અને વણઝારવાડ મળી બે મકાનો ના રહિશોએ હોમ કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ઈન્દૌર થી દાહોદ દફનવિધિ માટે આવેલા વ્યક્તિઓને સિધા કબ્રસ્તાન લઈ જવામાં આવ્યા હતા અને તેઓ કોઈપણ વિસ્તારમાં ગયા ન હતા જેથી હાલ તો લોકોએ રાહતનો દમ લીધો છે પરંતુ શું ખરેખર આ દફનવિધિમાં દાહોદ તેઓના કુટુંબીજનો પણ સામેલ હશે કે નહીં? અને દફનવિધિમાં ગયા હશે કે કેમ? જેવા અનેક સવાલો હાલ ચર્ચાનો વિષય રહેવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા એમ પણ જણાવવામાં આવી રહ્યું કે, કોઈની પણ અંતિમ વિધિ અથવા તો દફનવિધિ આવા સમયે સ્થાનીક કક્ષાએ કરવાની રહેશે ત્યારે ઈન્દૌર ખાતે હાલ કોરોના વાયરસે હાહાકાર મચાવી મુક્યો છે ત્યારે ત્યાના વહીવટી તંત્ર દ્વારા દાહોદ વતન ખાતે દફનવિધિ માટે જવાની પરવાનગી કેવી રીતે આપી દીધી હશે? ખરેખર પરવાનગી લઈને આ વ્યક્તિઓ આવ્યા હતા કે વગર પરવાનગીએ? જેવા અનેક સવાલો હાલ દાહોદ જિલ્લાવાસીઓમાં વહેતા થવા માંડ્યા છે. જા ઈન્દૌર સરકાર દ્વારા લોકડાઉનના કપરા સમયે દાહોદ જઈ દફનવિધિ કરવાની પરવાનગી આપી હશે તો તે આ ગંભીર ભુલ કરી હોવાનુ પણ છડેચોક ચર્ચાઈ રહ્યું છે. દફનવિધિ માટે આવેલા વ્યક્તિઓના કુટુંબીજનો દાહોદ ખાતે તેમજ ઈન્દૌર ખાતે મોટીવગ ધરાવતા ઈસમો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જેની દફનવિધિ દાહોદ ખાતે કરવામાં આવી તે વ્યક્તિનું મૃત્યુ ઈન્દૌર ખાતે થયું હતુ જેથી તેઓ દાહોદ પોતાના વતન ખાતે દફનવિધિ માટે આવ્યા હતા. અહીં ચર્ચાનો વિષય એ પણ રહેવા પામ્યો છે કે, દફન કરાયેલ વ્યક્તિનું મૃત્યુ કુદરતી થયું હશે કે પછી કોરોનાથી? આ બાળકીને કોરોનાનો ચેપ આવ્યો ક્યાંથી? કારણ કે જ્યારે દાહોદમાં પ્રવેશતા પહેલા ખંગેલા ચેકપોસ્ટ પર આ વ્યક્તિઓ પૈકી બાળકીનું પણ મેડીકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતુ ત્યાં તો તે તે સમયે બાળકીમાં કોઈ લક્ષ્ણ જાવા મળ્યા ન હતા. અને તે સંપૂર્ણ તંદુરસ્ત જણાતી હતી પણ ક બાદમાં બાળકી કોરોના વાયરસના સંક્રમણમાં હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.દાહોદના આરોગ્યતંત્રની અને વહીવટી તંત્રની સક્રિયતા અને દૂરંદેશી દર્શાવે છે જોકે જેની દફનવિધિ કરવામાં આવી હતી તેનું શું કોરોનાથી મૃત્યુ થયુ હશે કે પછી કુદરતીય કદાચ મૃતકના સંપર્કમાં આવવાથી બાળકીને ચેપ લાગ્યો હશે? આવા અનેક સવાલો હાલ દાહોદજિલ્લાવાસીઓમાં વહેતા થવા માંડ્યા છે. પરંતુ આખરે વાત તો એક જ જગ્યાએ આવી ઉભી રહે છે કે, જ્યારે સરકાર પણ કહે છે કે, આવા લોકડાઉનના કપરા અને કટોકટીના સમયે અંતિમ સંસ્કાર અને દફનવિધિ જે ગામમાં મૃત્યુ થયું હોય ત્યા જ અંતિમ સંસ્કાર અથવા તો દફન વિધિ કરવાની રહેશે તો પછી ઈન્દૌર થી દાહોદ દફનવિધિ માટે આવવાની પરવાનગી કેવી રીતે આપી દેવામાં આવી હશે? એક તરફ દેશના તમામ રાજ્યોની સરહદો સીલ કરી દેવામાં આવી છે અને ઈમરજન્સી સેવાઓ સિવાય કોઈને પણ સરહદ પાર કરવાની સખ્ત મનાઈ પણ કરવામાં આવી છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ વ્યક્તિઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે દફનવિધિ માટે ઈન્દૌર થી દાહોદ લવાયેલા મૃતકના મોતનું કારણ પણ નો દર્શાવાયું હોવાનું જાણમાં આવ્યું છે ત્યારે ખરેખર મુજબનું મોતનું કારણ જાણવું પણ એટલું જ અગત્યનું છે કેવી રીતે આવી શકે? જેવા અનેક સવાલો વહેતા થવા માંડ્યા છે.

એક તરફ પરપ્રાંતિય શ્રમીકોને જે તે જગ્યાએ રોકી રાખવામાં આવ્યા છે ત્યારે ઈન્દૌર થી દાહોદમાં પ્રવેશ આપનાર આ ગંભીર બેદરકારીનો કોણ જવાબ આપશે?
———————————————————————-

error: Content is protected !!