Saturday, 20/04/2024
Dark Mode

ડીડીઓશ્રી ની સમય સુચકતા અને સતર્કતાને કારણે દાહોદ કોરોનગ્રસ્ત બનતા બચ્યું:ડીડીઓએ તબીબને કારણદર્શક નોટિસ આપતા ચકચાર

ડીડીઓશ્રી ની સમય સુચકતા અને સતર્કતાને કારણે દાહોદ કોરોનગ્રસ્ત બનતા બચ્યું:ડીડીઓએ તબીબને કારણદર્શક નોટિસ આપતા ચકચાર

જીગ્નેશ બારીયા @ દાહોદ 

ડીડીઓશ્રી ની સમય સુચકતા અને સતર્કતાને કારણે દાહોદ કોરોનગ્રસ્ત બનતા બચ્યું:ડીડીઓએ તબીબને કારણદર્શક નોટિસ આપી તે કોણ?ચર્ચાનું વિષય, ઇન્દોરથી આવેલા પરિવારનું જો સમયસર ટેસ્ટિંગ જ ન થયું હોત તો શું પરિસ્થિતિ સર્જાઈ હોત એ કલ્પના કરવી મુશ્કેલ

દાહોદ તા.09

અત્રેના જિલ્લા વિકાસ અધિકારીશ્રી રચિતરાજની સતર્કતા અને દીર્ઘદ્રષ્ટિ કારણે આ નવ વર્ષની બાળકીનું કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ હોવાનું જલ્દી માલૂમ પડયું છે. કારણ કે જો આપણા આરોગ્ય ટીમની કાર્યરીતી પ્રમાણે કોરોનટાઇન કરાયેલા ઇસમોમાં જો કોઈ લક્ષણો દેખાય કે જણાય તો જ તેઓના સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરવામાં આવતું હતું.પરંતુ આ બાબતની જ્યારે જિલ્લા વિકાસ અધિકારીને જાણ થઇ તો જેતે જવાબદાર આરોગ્ય વિભાગના એક તબીબને આ બાબતની પૃચ્છઅ કરતા તબીબે ઉપરોક્ત વાત જણાવતા અધિકારીનો પારો એકદમ છટક્યો હતો.અને તમે કોરોના થાય કે જોવાય પછી કામગીરી કરવાની વૃત્તિ રાખો છો.તે બરાબર નથી રાજ્ય સરકાર તરફથી તમને કીટ ફાળવી છે. તો ટેસ્ટિંગ કેમ નથી કરતા? તમે પહેલા પ્રિકામગીરી શા માટે નથી કરતા પોસ્ટ કામગીરી શા માટે કરો છો તેમ તબીબનો ઉઘડો લઇ નાખ્યો હતો.આ સમયે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. એક કારણદર્શક નોટિસ પણ ફટકારી દીધી હતી. જોકે આ દરમિયાન એ તબીબ અને તેની ટીમ દ્વારા ઉપરોક્ત પરિવાર સહીત દફનવિધિમાં હાજર 19 ઈસમોના સેમ્પલ મેળવી તપાસ આદરતા તેમાંથી આ 9 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝીટીવ આવતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે.કે ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડર પર સ્ક્રીનિંગમાં કોઈ લક્ષણો ના દેખાતા અને સામાન્ય દેખાતા આ મામલામાં બાળકીનો રિપોર્ટ ચકાસણીમાં પોઝીટીવ આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી.પળભર આખો બંધ કરીને વિચારીયે કે જો આ ટેસ્ટિંગ ના થયું હોત અને કોઈ લક્ષણ જણાતા નથી તેવું માની એ તરફ દુર્લક્ષ સેવાતું અને બાળકી કેટલાય ના સંપર્કમાં આવતી શુ પરિસ્થિતી સર્જાતી તે કલ્પના કરવી મુશ્કેલ છે.

error: Content is protected !!