Friday, 19/04/2024
Dark Mode

દાહોદ:કોરોનગ્રસ્ત બાળકીને સારવારઅર્થે વડોદરા ખાતે મોકલાઈ

દાહોદ:કોરોનગ્રસ્ત બાળકીને સારવારઅર્થે વડોદરા ખાતે મોકલાઈ

જીગ્નેશ બારીયા @ દાહોદ 

ઇન્દોરથી પરિવાર સાથે દફનવિધિમાં દાહોદ આવેલી ૯ વર્ષીય બાળકીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યું:આરોગ્ય વિભાગ દ્વારા પરિવારજનો તેમજ દફનવિધિમાં હાજર 17 જેટલાં લોકોને કોરોનટાઇન કરાયા,વહીવટીતંત્રે કોરોના સંક્રમણ અન્ય જગ્યાએ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે 9 વર્ષીય મધરાતે વધુ સારવારઅર્થે વડોદરા ખાતે મોકલી, ઘટનાના પગલે લોકોમાં લોકોના જીવ પડીકે બંધાયા,

દાહોદ તા.૮
ઇન્દોરથી દાહોદ ઘરના મોભીની દફનવિધિમાં આવેલા 5 લોકોના પરિવાર પૈકી 9 વર્ષીય બાળકીને કોરોના પોઝીટીવ નીકળતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે વહીવટીતંત્રે આ બાબતે ખુબ કાળજી રાખી સરકારશ્રીના નિયમને ધ્યાને લઇ તેમજ આ સંક્રમણ અન્ય જગ્યાએ ના ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે બાળકીને મધરાતે વધુ સારવાર અર્થે વડોદરા મોકલ્યું હોવાનું જાણવા મળેલ છે

મુળ દાહોદના વતની અને હાલ નંદવન કોલોની માણેકબાગ ઇન્દોર સ્થાઈ થયેલા મુસ્લિમ પરિવારના ઘરના મોંભીનું મોત થતા 5 લોકોનો પરિવાર મોભીની લાશની દફનવિધિ દાહોદ ખાતે કરવા ઇન્દોરથી દાહોદ એમ્બ્યુલ્સ મારફતે રવાના થયાં હતા.ગુજરાતની ખંગેલા બોર્ડર પર આરોગ્યતંત્ર તેમજ પોલીસે પરિવારને રોકી તેમનુ સ્ક્રિનીંગ કરતા નોર્મલ દેખાતા આરોગ્યવિભાગ તેમજ પોલીસે આ મામલે સંલગ્ન વિભાગમાં જાણ કરી દીધી હતી. દફનવિધિ બાદ આ પરિવાર સહીત દફનવિધિમાં આવેલ 19 જેટલાં લોકોને આરોગ્ય વિભાગે પોલિસ બંદોબસ્તની વચ્ચે હોસ્પિટલ ખાતે સેમ્પલ લઇ તેઓના સેમ્પલ તપાસ કરતા 18 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.તેમજ 9 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝીટીવ આવતા બાળકીને સારવાર અર્થે રેલવે મેન હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવી હતી.જ્યાં વહીવટીતંત્રે બાળકીને સારવાર અર્થે મધરાતે 2 વાગે વડોદરા ગોત્રી ખાતે મોકલ્યુંહોવાનું જાણવા મળેલ છે.

સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણે બાળકીને સારવાર અર્થે વડોદરા મોકલી દેવાઈ 

9 વર્ષીય બાળકીનો કોરોના પોઝીટીવ આવતા તે બાળકીને રેલવે મેન હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી હતી.જ્યાં વહીવટીતંત્રે સરકારશ્રીની ગાઈડ લાઇન અનુસાર તેમજ અન્ય કોઈ રીતે દાહોદમાં સંક્રમણના ફેલાય તેની કાળજી લઇ સાવચેતીના ભાગરૂપે બાળકીને મધરાતે વડોદરાના ગોત્રી ખાતે સારવારઅર્થે મોકલી દેવાઈ હતી.

કોરોના સંક્રમિત કેશની વાતથી લોકોના જીવ પડીકે બંધાયા:બાળકીનો પરિવાર દાહોદમાં કોઈના સંપર્કમાં ન આવતા રાહતના સમાચાર 

દાહોદમાં કોરોના સંક્રમિત કેશ આવ્યો હોવાની જાણ વાયુવેગે શહેર સહીત જિલ્લામાં પ્રસરતા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા.અને લોકોએ સંલગ્ન વિભાગોમાં તેમજ મીડિયાકર્મીઓ પર ઉપરાછાપરી ફોન કરી બનાવ બાબતે પૃચ્છઅ કરી હતી.તેમજ નગરમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.જોકે આરોગ્ય વિભાગે સાવધાની પૂર્વક કાળજી લઇ બાળકીના પરિવાર સહીત દફનવિધિમાં આવેલા કુલ 17 જણાને કોરોનટાઇનમાં મૂકી દીધા હતા.આરોગ્ય વિભાગ તેમજ પોલિસતંત્રની સજાગતાથી આ પરિવાર દાહોદમાં અન્ય કોઈના સંપર્કમાં ન આવતા રાહતના સમાચાર છે.

error: Content is protected !!