Friday, 04/10/2024
Dark Mode

દાહોદના રળીયાતી ખાતે ટ્રકચાલકે મોટર સાઇકલને અડફેટે લેતા ટ્રકના તોંતિગ વહીલ નીચે આવી મોટર સાઇકલ ચાલકનુ મોત

દાહોદના રળીયાતી ખાતે ટ્રકચાલકે મોટર સાઇકલને અડફેટે લેતા ટ્રકના તોંતિગ વહીલ નીચે આવી મોટર સાઇકલ ચાલકનુ મોત

દાહોદ ડેસ્ક તા.06

દાહોદ તાલુકાના રળીયાતી ખાતે એક ટ્રક ચાલકે બાઈક સવાર વ્યક્તિને અડફેટે લેતા બાઈક પરથી ફંગોળાયેલા વ્યક્તિ પર ટ્રકના તોતિંગ વહીલ ફરી વળ્યાં હતા.જોકે ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળાં ઘટનાસ્થળે ધસી આવી ઈજાગ્રસ્ત વ્યક્તિને શહેરના ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ દાહોદ તાલુકા પલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકની અટકાયત કરી ટ્રકનો કબ્જો મેળવી મૃતકના શબને પીએમ માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના દર્પણરોડ મારવાડી ચાલ ખાતેના રહેવાસી ભીમસિંગભાઇ અમરસીંગભાઇ સીસોદીયા આજ રોજ બપોરના સુમારે કોઈ કામ અર્થે રળીયાતી ગામે ગયા હતા. અને પોતાનું કામ પતાવી ઘરે પરત ફરતી વેળાએ દાહોદ તાલુકાના રળીયાતી અર્બન બેન્ક હોસ્પિટલ પાસે માતેલા સાંઢની જેમ ધસી આવેલી ટ્રકે બાઈક સવાર ભીમસીંગને અડફેટે લેતા બાઈક પરથી ફંગોળાયેલા ભીમસીંગ પર ટ્રકના તોતિંગ વહીલ ફરી વળ્તા ભીમસીંગને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને સ્થાનિક લોકોની મદદથી સારવારઅર્થે શહેરના ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જ્યાં સ્થળ પર હાજર તબીબોએ ભીમસિંગભાઈને મૃત ઘોષિત કરતા પરિવારજનોના હૈયાફાટ કલ્પાતથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી જોકે ઉપરોક્ત બનાવની જાણ તાલુકા પોલિસને થતા પી.એસ.આઈ પી.એમ. મકવાણા તેમજ તેમજ તેમના સ્ટાફે તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકની અટકાયત કરી ટ્રકને જપ્ત કરી લાશનો કબ્જો મેળવી પીએમ માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી ઘટના સબંધી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

About Author

Editor Dahod Live

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!