Friday, 11/07/2025
Dark Mode

પ્રેમી પંખીડાને ઘરેથી ભાગી જવું મોંઘુ પડ્યું:એક સપ્તાહ પહેલા ભાગી ગયેલા પ્રેમી પંખીડા પોલિસ મથકે હાજર થતાં મેડિકલ રિપોર્ટમાં યુવતી કોરોના પોઝીટીવ નીકળી

પ્રેમી પંખીડાને ઘરેથી ભાગી જવું મોંઘુ પડ્યું:એક સપ્તાહ પહેલા ભાગી ગયેલા પ્રેમી પંખીડા પોલિસ મથકે હાજર થતાં મેડિકલ રિપોર્ટમાં યુવતી કોરોના પોઝીટીવ નીકળી

જીગ્નેશ બારીયા @ દાહોદ, વિપુલ જોષી @ ગરબાડા 

 નેલસુરના ગીતાબેન ભુરીયા ક્યાં? અને કેવી રીતે કોરોના સંક્રમિત થયા તે યક્ષપ્રશ્ન? જો પોલીસ ફરિયાદ ન કરી હોત તો ગીતાબેન ભુરીયા કેટલાયને સંક્રમિત કરતા ગીતાબેન ના સંપર્ક  ગીતાબેન ના સંપર્ક માં કેટલા પોલીસ કર્મી આવ્યા? બંને છોકરા છોકરીઓ મેગાસિટીમાં ગયા હોવાની ચર્ચાઓ, પોલીસ તંત્ર દ્વારા સીડીઆર કઢાવવામાં આવે તો સઘળી હકીકત  બહાર આવે તેમ, આરોગ્ય તંત્ર તેમજ પોલીસ તંત્ર માટે ગીતાબેન ભુરીયાની ટ્રાવેલ્ હિસ્ટ્રી કાઢવી પડકારજનક, વહીવટીતંત્રે હાલ બંને પક્ષના કુલ ૧૧ લોકોને કોરોનટાઇન કરી સેમ્પલો લેવાયા 

ગરબાડા તા.06

ગરબાડા તાલુકાના નેલસુર ગામની કોરોના પોઝીટીવ આવેલી 20 વર્ષીય યુવતી તેના જ ગામનો છોકરા પોતાની પત્ની બનાવવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયા હોવાનું બહાર આવવા પામ્યું છે. અને તે બાબતે જેસાવાડા પોલિસ મથકે છોકરા વિરુદ્ધ ખુદ છોકરીએ ઇપીકો 366, 376 ની ફરિયાદ નોંધાવી છે. ત્યારે અનેક રહસ્યના તાણાવાણા સર્જાતા આ બળાત્કાર ની ફરિયાદ તો ગૌણ બની જવા પામી છે.પરંતુ છોકરી કોરોના પોઝીટીવ આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એટલું જ નહિ વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર માટે પણ છોકરી ક્યાં અને કેવી રીતે સંક્રમિત થઇ તે શોધવું અનિવાર્ય થઈ પડ્યું છે.પ્રરારંભિક પૂછપરછમાં છોકરીએ પોતાના ચાર કિલોમીટર સિવાય ક્યાંય ગયા ન હોવાનું રટણ કર્યું છે.ત્યારે શું કાયદા મુજબ મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા ત્યાં તો સંક્રમિત થવા પામી નહોતી ને? તે પણ તપાસનો વિષય છે.
પ્રાપ્ત માહિતી માહિતી અનુસાર ગરબાડા તાલુકાના નેલસુર ગામનાં ઉંબેરી માળ ફળીયાની રહેવાસી ગીતાબેન ભુરીયા નામક યુવતીની તેના પાડોશમાં રહેતા પરેશ કમજીભાઈ આમલીયાર વચ્ચે પ્રેમ સંબંધ પાંગરતા સદા માટે એકબીજાના થવા માટે ગત તારીખ 27 એપ્રિલના રોજ બંને પ્રેમી પંખીડા ભાગીને નજીક ના ગામ કાટુ ગામે તેમના સગા સંબંધીને ત્યાં તારીખ 30 એપ્રિલ સુધી રોકાયા બાદ પરત પહેલી મેના વહેલી સવારથી ત્રીજી મે એટલેકે ત્રણ દિવસ જેસાવાડા ગામે સંબંધીના ત્યાં રોકાયા હતા. ત્યારબાદ બંને પ્રેમી પંખીડા જેસાવાડા પોલિસ મથકે હાજર થતાં પહેલ સામાજિક રીતી રિવાજ મુજબ ભીડુ થયું હોવાનું પણ જાણવા મળેલ છે. જોકે ભીંડામાં કોઈ સમાધાન ન થતાં પ્રેમિકાએ તેના પ્રેમી વિરુદ્ધ બળાત્કાર તેમજ અપહરણનો ગુનો નોંધાવતા પોલિસે બંને પ્રેમી પંખીડાને મેડિકલ માટે મોકલ્યા હતા ત્યારે હાલ કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડ લાઈન મુજબ આ બન્ને પ્રેમી પંખીડાનું કોવીડ ટેસ્ટ કરાતા બંને પ્રેમી પંખીડા પૈકી પ્રેમિકા નું રિપોર્ટ પોજીટીવ આવતા વહીવટીતંત્ર ચોંકી ઉઠ્યું હતું. જયારે પ્રેમીનું રિપોર્ટ પેન્ડિંગ હોવાનું અથવા નેગેટિવ હોવાન જાણમાં આવ્યું છે.ત્યારે હાલ ચોંકી ઉઠેલા તંત્રે છોકરા તથા છોકરીના નજીકના કુલ 11 લોકોને રાઉંન્ડ અપ કર્યા હોવાનું તેમજ છોકરા છોકરીના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ અને બન્ને જણાની ટ્રાવેલ હિસ્ટ્રીની ઉંડાણપૂર્વક શોધખોળ કરવામાં આવી રહી છે.એક વાયકા મુજબ મળતી માહિતી પ્રમાણે છોકરા છોકરીએ સુરત વડોદરા કે અમદાવાદ જેવા મેગા સીટીની વાટ પકડી હતી પરંતુ લોકડાઉન કારણે જેતે શહેરમાં રોકાવું શક્ય ન લાગતા પુનઃ વતન આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સૌ કોઈ માટે ગીતાબેન ભુરીયા ક્યાંથી અને કેવી રીતે સંક્રમિત થયા છે. તે શોધવું જ ખુબ મહત્વનું હોવાનું લાગી રહ્યું છે.

error: Content is protected !!