Saturday, 20/04/2024
Dark Mode

કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા વધુ 4 લોકો કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ:દાહોદમાં એક જ દિવસમાં કોરોના પોઝીટીવના કુલ 6 કેસો બહાર આવતા હાહાકાર મચ્યો

કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા વધુ 4 લોકો કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ:દાહોદમાં એક જ દિવસમાં કોરોના પોઝીટીવના કુલ 6 કેસો બહાર આવતા હાહાકાર મચ્યો

જીગ્નેશ બારીયા @ દાહોદ

દાહોદ તા.૦૬

દાહોદમાં આજે એક સાથે ૬ કોરોના પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્રમાં દોડધામોના દ્રશ્યો સર્જાવા પામ્યા છે. એકજ દિવસમાં ૬ કોરોના પોઝીટીવ દર્દીનો સમાવેશ થતાં દાહોદ જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. મુંબઈથી આવેલ ૨૮ વર્ષીય યુવક તેમજ ગરબાડાના નેલસુર ગામની ૨૦ વર્ષીય યુવક સાથે કુરેશી પરિવારના પાડોશમાં રહેતા ૪ સદસ્યોના કોરોના રિપોર્ટથી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે

મોડી સાંજ વધુ ૬૦ લોકોના કોરોના રિપોર્ટાે આવતા વેંત ધડાકો થયો છે જેમાં કુરેશી પરિવારના પાડોશમાં રહેતા (૧) સુરૈયા એ પઠાણ (ઉ.વ.૩૦),(૨) બટુલબીબી યુ. પઠાણ (ઉ.વ.૮૦),(૩) અહઝાઝ એ. પઠાણ (ઉ.વ.૪),(૪) રહીશ એ. પઠાણ (ઉ.વ.૧૨) નો સમાવેશ થાય છે. આ ચારેય જણાને લીમખેડા ખાતેના હોમકોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. વધુમાં ચારનો સમાવેશ થતાં દાહોદમાં આજે એક જ દિવસમાં ૬ કેસો કોરોના પોઝીટીવ સામે આવતા દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના કુલ 17 કેસો નોંધાવા પામ્યા છે.જે પૈકી હવે દાહોદમાં કુલ 13 કેસો એક્ટીવ છે. આરોગ્ય તંત્ર સમેતની ટીમો દાહોદમાં સર્ચ ઓપરેશનમાં લાગી ગઈ છે. સેનેટરાઝીંગ સહિતની કામગીરીમાં દાહોદ આરોગ્ય તંત્ર જોતરાઇ ગઈ છે. આમ આજરોજ 198 સેમ્પલો પૈકી 192 સેમ્પલો નેગેટિવ આવા પામ્યા છે અને છ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે આવનારા સમય દાહોદ માટે કપરો હોવાનું ભીતી સેવાઈ રહી છે

 

error: Content is protected !!