Thursday, 25/04/2024
Dark Mode

ગોંડલથી અલીરાજપુર જતી બે ટ્રાવેલ્સના તમામ મુસાફરોને ગરબાડામાં ઉતારી દેવાતા હોબાળો:સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એમપી બોર્ડરથી અલીરાજપુર જવા રવાના કરાયાં

ગોંડલથી અલીરાજપુર જતી બે ટ્રાવેલ્સના તમામ મુસાફરોને ગરબાડામાં ઉતારી દેવાતા હોબાળો:સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એમપી બોર્ડરથી અલીરાજપુર જવા રવાના કરાયાં

વિપુલ જોષી @ ગરબાડા 

 ગોંડલથી અલીરાજપુર જતી બે ટ્રાવેલ્સ ના તમામ મુસાફરો ને ગરબાડામાં ઉતારી દેવાતા હોબાળો,ઘટનાની જાણ થતા તલાટી અગમચેતી રાખી. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા તમામને બસોમાં બેસાડી એમપી બોર્ડર ક્રોસ કરી અલીરાજપુર ખાતે રવાના કરાયાં

દાહોદ તા.05

કાઠિયાવાડના ગોંડલમાં કામ કરતા એમપીના બે બસો ભરેલ મજૂરોને ગરબાડા ગામે માધ્યમિક સ્કૂલ ની સામે ખાનગી ટ્રાવેલ્સ સોવાળા બારોબાર ઉતારીને જતા હતા જે બાબતની ખબર પડતા સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આ તમામ મજૂરોને પરત બસો માં બેસાડી અને એમપી બોર્ડર પર છોડી દેવામાં આવ્યા હતા
ગરબાડાની માધ્યમિક શાળા ખાતે બપોરના સમયે બે લક્ઝરી બસના ચાલકો મધ્યપ્રદેશના મુસાફરો ઉતારીને જતા હોવાની ખબર ગરબાડા તલાટી મહેન્દ્રભાઈ ગોહિલ ને ખબર પડતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા તેમજ ગરબાડા મામલતદાર સહિત પી.એસ.આઇ તેમજ આરોગ્ય વિભાગની ટીમને ઘટનાની જાણ કરતા સ્થાનિક તંત્ર તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યું હતું જ્યાં તપાસ કરતા કાઠિયાવાડના ગોંડલમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના ૬૫થી ૭૦ મુસાફરો ભરેલી બે લકઝરી બસોના મુસાફરો ને માધ્યમિક શાળા આગળ ઉતારી દેવામાં આવ્યા હતા સ્થાનિક તંત્ર દ્વારા આ બસોને રોકી તમામને પરત બસોમાં બેસાડી દેવામાં આવ્યા હતા તેમજ ગરબાડા પીએસઆઇ ની ટીમ દ્વારા આ બંને બસોને મધ્ય પ્રદેશ ની મિનાકયાર બોર્ડર ક્રોસ કરવામાં આવી હતી જો સમય પર આ ઘટનાની જાણ ન થતી તો આ મુસાફરોને અહીંયા જ ઉતારી બસના ચાલકો જતા રહ્યા હોવાનું તલાટી મહેન્દ્રભાઈ દ્વારા જાણવા મળી રહ્યું હતું

બોક્સ બહારગામ જય પરત ગરબાડા આવેલા ૧૫ જેટલા લોકોને આરોગ્યની ટીમ દ્વારા ચકાસણી કરી કોરોનટાઈન કરવામાં આવ્યા છે જેમાં ગરબાડા ઘાંચી વાડા ગાંધી ચોક તેમજ મેઇન બજાર ના માણસો નો સમાવેશ થાય છે જ્યારે અન્ય નવથી દસ માણસો નવાગામ ના હોવા થી તેઓને પણ કોરોન ટાઇન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે રાજ્યની સંવેદનશીલ સરકાર પાસે શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે પૂરતાં સંસાધનો છે પરંતુ શ્રમિકોને વતન સુધી પહોંચાડવાની ઇચ્છાશક્તિના અભાવે સરકારે લોકડાઉન ના કપરા કાળમાં નિસહાય શ્રમીકોને રસ્તે રઝળતી છોડી દીધું છે. દેશ સહિત દુનિયામાં ગુજરાત મોડલ વખાણાય છે પરંતુ દરેક સિક્કાની બીજી બાજુ હોય છે તેમ ગુજરાત મોડેલનું આ બીજું પાસું પણ આવું ભયાનક હશે તે કદાચ શ્રમિકોએ સ્વપ્નમાં વિચાર્યું નહોતું.ત્યારે હજી પણ કશું વહી ગયું નથી. રાજ્ય સરકાર જો પોતાના સંસાધનોનો ઉપયોગ કરી જે તે રાજ્યના શ્રમિકોને સ્પેશ્યલ કેસમાં જે તે શહેરની બસ માં જે તે જિલ્લાના શ્રમિકોને બેસાડી આગળ બસ પર ગુજરાત સરકારનો સ્ટીકર લગાવી મોકલાવે તો શ્રમિક તેના વતન સુધી વિનાવિઘ્ને પહોંચી જાય તેમાં કોઈ બે મત નથી.ત્યારે પોતાને ગરીબોની બેલી ગણાતી રાજ્ય સરકાર આ શ્રમિકોના હિતમાં પોતે સંવેદનશીલ બની આ નીસહાય બેસહારા શ્રમિકોની તારણહાર બનશે કે કેમ?તે આવનારો સમય જ બતાવશે.

error: Content is protected !!