
હિતેશ કલાલ @ સુખસર.
સુખસર ના મોટાનટવા ગામે પ્રાથમિક શિક્ષક ના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,હોળીના તહેવારને લઇ જથ્થો સંગ્રહી રાખવા જમીનમાં દાટી દેવાયો હોવાનું પોલીસને માહિતી મળી હતી, સુખસર પોલીસે બે લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.
સુખસર.તા.01
ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે પ્રાથમિક શિક્ષક દારૂનો વેપલો કરતો હોવાનું તેમજ હોળીનો તહેવાર ને લઇ મોટી માત્રામાં દારૂના જથ્થાનો સંગ્રહ કર્યો હોવાની બાતમીના આધારે સુખસર પોલીસે રહેણાક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. અને શિક્ષક ની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે વિદેશી દારૂનો જથ્થો લવાયો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈ સરની સૂચના થી ઝાલોદ ડીવાયએસપી જાદવ ના માર્ગદર્શન હેઠળ સુખસર પી.એસ.આઇ એસ એન બારીયા તથા સ્ટાફ ના એ.એસ.આઇ શંકરભાઈ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પલાસ તથા મનોજભાઈ જીતુભાઈ સહિત સ્ટાફ દ્વારા મોટાનટવા ગામે છાપો મારવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક શિક્ષક હડિયા ભાઈ બામણીયા ના રહેણાંક મકાન તથા ખેતરમાં જમીનમાં દાટેલો વિદેશી દારૂના કોટરીયા તથા બિયર મળી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટૂંક સમયમાં હોળીનો તહેવાર આવતો હોવાથી દારૂનો વેપલો કરવા માટે જથ્થો સંગ્રહિત થયો હોવાની પોલીસને બાતમી મળી હતી જથ્થો ઝડપી પાડવામાં સુખસર પોલીસને સફળતા મળી હતી પોલીસે શિક્ષક ની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇ અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.