Saturday, 20/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના રળીયાતી ગામે પોલીસ તરીકેની ઓળખ આપી મોટરસાયકલ સવાર પાસેથી પર્સની લૂંટ કરી લૂંટારૂ થયો ફરાર

દાહોદ તાલુકાના રળીયાતી ગામે પોલીસ તરીકેની ઓળખ આપી મોટરસાયકલ સવાર પાસેથી પર્સની લૂંટ કરી લૂંટારૂ થયો ફરાર

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૮

દાહોદ તાલુકાના રળીયાતી ગામે એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક અજાણ્યા મોટરસાઈકલના ચાલકે પોતાની ઓળખ પોલીસની બતાવી ત્યાંથી પસાર થઈ રહેલ અન્ય એક મોટરસાઈકલના ચાલક પાસેથી રૂા.૧૫,૦૦૦ ભરેલ પર્સની લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસની ઓળખ આપી લુંટારૂઓ અન્ય ઘણા વ્યક્તિઓને પણ પોતાનો શિકાર બનાવ્યાં હોવાની છડેચોક બુમોને પગલે હવે પોલીસે આવા ભેજાબાજાેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરવાજ રહ્યાં.

લીમખેડા તાલુકાના ઉસરા ગામે પટેલ ફળિયામાં રહેતા કરણભાઈ સુરેશભાઈ મુનીયા ગત તા.૦૧ એપ્રિલના રોજ દાહોદના રળીયાતી ગામેથી પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન તેઓની પાછળથી એક અજાણ્યો મોટરસાઈકલનો ચાલક આવી કરણભાઈની મોટરસાઈકલને ઓવરટેક મારી કરણભાઈને ઉભા રખાવ્યાં હતાં અને પોતાની ઓળખ પોલીસની આપી કહેલ કે, તારી ગાડીના કાગળો તથા લાયસન્સ બતાવ તેમ કહી પાંચસો રૂપીયાની માંગણી કરી હતી પરંતુ કરણભાઈ આ પાંચસો રૂપીયા આપવા માંગતા ન હોઈ અજાણ્યા મોટરસાઈકલના ચાલકે કરણભાઈ સાથે ઝગડો તકરાર કર્યાં બાદ કરણભાઈના ખિસ્સામાં હાથ નાંખી પાકીટ કાઢી લીધુ હતું અને પાકીટમાં રાખેલ રોકડા રૂપીયા ૧૫,૦૦૦ ની લુંટ કરી, તમો પોલીસ સ્ટેશન ચાલો, તેમ કહી મોટરસાઈકલ સ્પીડમાં ભગાવી મુકી નાસી ગયો હતો.

 આ સમગ્ર મામલે કરણભાઈએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા મોટરસાઈકલના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————

error: Content is protected !!