Friday, 29/03/2024
Dark Mode

કોરોના મહામારીને ધ્યાને લઇ દાહોદના બે મંદિરોને આગામી પાંચ દિવસ માટે બંધ રાખવા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો

કોરોના મહામારીને ધ્યાને લઇ દાહોદના બે મંદિરોને આગામી પાંચ દિવસ માટે બંધ રાખવા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૩૦

 દાહોદ શહેરમાં આવેલ શીતળા માતા મંદિર અને સુદાઈ માતા મંદિરને હાલ કોરોના મહામારીને ધ્યાનમાં લઈ પાંચ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 દાહોદ જિલ્લામાં હાલ કુદકેને ભુસકે કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે અને ખાસ કરીને દાહોદ શહેર વિસ્તારમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો આ કોરોના સંક્રમણથી બચે અને સુરક્ષિત તેમજ ભીડ ભાડ ના થાય રહે તેવા આશય સાથે શહેરના સ્ટેશન રોડ, જળ વિહાર સોસાયટી ખાતે આવેલ શીતળા માતા મંદિર અને ગોધરા રોડ ખાતે આવેલ સુદાઈ માતા મંદિરને તારીખ ૦૧.૦૪.૨૦૨૧ તારીખ ૦૫.૦૪.૨૦૨૧ સુધી સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ તહેવાર ટાળે ખાસ કરીને મંદિરોમાં ભીડ ભાડ જાેવા મળતી હોય છે માટે ભીડ ભાડના કારણે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લોકોના હિતમાં ધ્યાનમાં રાખી આ મંદિરો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

—————————————-

error: Content is protected !!