Saturday, 20/04/2024
Dark Mode

ઝાલોદના અલીફ નગરમાં ખોદાયેલા રોડના કામો પૂર્ણ કરવામાં તંત્ર ઉદાસીન: પાલિકાના કાઉન્સિલરે રોડ બનાવવાના કામોમાં ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપો…

ઝાલોદના અલીફ નગરમાં ખોદાયેલા રોડના કામો પૂર્ણ કરવામાં તંત્ર ઉદાસીન: પાલિકાના કાઉન્સિલરે રોડ બનાવવાના કામોમાં ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપો…

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ 

  • ઝાલોદ નગરમાં કેટલાક વિસ્તારોમાં વિવિધ યોજના અંતર્ગત રોડના ખોદકામ બાદ સમારકામ માટે તંત્ર ઉદાસીન
  • છ માસ પહેલા જ બનાવેલા સી.સી.રોડ ને પુનઃ ખોદી નાખ્યો:વીસ દિવસ બાદ પણ ખોદાયેલા રોડ તંત્ર દ્વારા ન બનતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવવા મજબુર થયાના આક્ષેપો 
  • નગરના જાગૃત નાગરિક દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં કરી રજુઆત:પાલિકા પ્રમુખે બે દિવસમાં રોડના સમારકામ માટે આપ્યું આશ્વાશન
  • ઝાલોદ પાલિકાના કાઉન્સિલરે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ:ડામર રોડના કામમાં વેઠ ઉતારી તકલાદી કામ કર્યાના આક્ષેપો 

ઝાલોદ તા.30

 ઝાલોદ શહેરમાં આવેલી અલીપ નગરમાં ભૂગર્ભ સહિતની કામગીરી માટે ખોદાયેલા રોડના પુરણ કામ માટે  પાલિકા તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવતા  આ વિસ્તારના  રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. જોકે આ મામલે સોસાયટીના રહીશ મોરાવાલા સલીમભાઈએ આ મામલે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી   જણાવાયું કે ઝાલોદમાં આવેલ અલીપ નગર સોસાયટીનો રોડ તારીખ 12.8.2020 ના રોજ નવો રોડ ભરાયો હતો. અને સી.સી.રોડ થયો હતો જે રોડ હાલમાં ૨૦ દિવસથી નગરપાલિકાના સભ્યો દ્વારા રોડ તોડી નાખેલ છે.રોડ ઉપર અમારાથી આવવા-જવા માટે બહુ તકલીફ પડતી હોય છે.ત્યારે અરજીમાં એવું પણ ઉલ્લેખ કરાયો કે ઝાલોદ નગરપાલિકા પાસે એવાં  ક્યાં કાયદા છે. કે પાંચથીં છ માસમાં રોડ તોડી નાખે છે. તેવા આક્ષેપો પાલિકા તંત્ર સામે અરજદાર દ્વારા કરાયા હતા. જોકે આ મામલે પાલિકા પ્રમુખે બે દિવસમાં રોડના પુરણ કામ કરાવી આપવાનું આપ્યું હોવાનું જાણવા મળેલ છે.

 ઝાલોદ પાલિકાના કાઉન્સિલરે રોડ બનાવવાના કામોમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો કર્યા આક્ષેપો:ડામર રોડ તદ્દન હલકી કક્ષાનું બનાવી વેઠ ઉતારી હોવાનું વિડિઓ વાયરલ કર્યોં 

ઝાલોદના કાઉન્સિલર જાકીરભાઇ કાનુકા દ્વારા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું પણ જણાવી રહ્યા છે.ત્યારે તેઓ દ્વારા જણાવાયું કે સાત લાખને બાર હજારમાં રિફ્રેશિંગ માટે મંજુર કરવામાં આવેલ યુડીપી ૭૮ માં આ રોડને મંજુર કરવામાં આવેલ હતો.ત્યારે આ રોડ બિલકુલ તકલાદી અને ચીલાચાલુ મટીરીયલ નાખવામાં આવ્યો હોય અને આ રોડના કામમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેઓ પણ ચર્ચાઈ રહ્યું છે. તેવા ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા જ આવું નિવેદન મળતા નગરપાલિકામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.ત્યારે આ બાબતની ઉચ્ચકક્ષાએ તપાસ થાય

તે જનહિતમાં અનિવાર્ય છે.ત્યારે  આ બાબતને વારંવાર લેખિતમાં જાણ કરવા છતાં પણ નગરપાલિકાના સભ્યો તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા કેમ પગલા લેવામાં નથી.તેવો છૂપો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.

error: Content is protected !!