રાહુલ મહેતા :- દે. બારીયા
-
દે.બારિયા નગરના વેપારી સહીત તેનાં પરીવાર ને કોરોના પોઝિટિવ આવતા નગરજનોમાં ફફડાટ
-
નગરમાં વેપાર કરતા પિતા-પુત્ર ને કોરોના પોઝિટિવ
-
પોઝિટિવ પિતાને સારવાર અર્થે દાહોદ ખસેડાયા પુત્ર સહીત પરીવાર હોમ આઈશ્યુલેટ .
-
દે.બારિયા નગરમાં એક વેપારી પિતા પુત્ર સહિત પરિવારના અન્ય સદસ્યોને કરોના પોઝિટિવ આવતા નગરમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે
દે. બારીયા તા.15
દેવગઢબારિયા નગર તેમજ તાલુકામાં એક પછી એક એમ રોજ-બરોજ કોરોના પોઝિટિવ કેસ વધતાં હોવાથી ફફડાટ ફેલાયો છે ત્યારે નગરના એક વેપારી પિતા-પુત્ર સહિત પરિવારના અન્ય સદસ્યોને કોરોના પોઝિટિવ આવતા નગરમાં ફફડાટ ફેલાયો છે.ત્યારે વેપારી પિતાને છેલ્લા એક સપ્તાહથી તબિયત નાદુરસ્ત રહેતા તેઓએ કોરોનાની તપાસ કરાવતા તેમને કોરોના પોઝિટિવ આવતા પરિવારના અન્ય સદસ્યોને પણ આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરતા પુત્ર તેમજ તેની પત્ની સહિતના ને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા વેપારી પિતાની તબિયત સારી ના હોવાના કારણે તેમને વધું સારવાર અર્થે દાહોદ ખસેડવામાં આવ્યા છે.જયારે પુત્ર અને તેની પત્ની તેમજ બાળકોને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે નગરમાં વધતા જતા કોરોનાના કેસને લઇ પાલિકા તંત્ર દ્વારા રવિવારના દિવસે ગુમાસ્તા ધારો લાગુ કરી નગરમાં સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.ત્યારે પાલિકા તંત્ર દ્વારા નગરમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કે કેમ?તે જોવાનું રહ્યું