Tuesday, 16/04/2024
Dark Mode

આંનદો…મુસાફરો માટે લાઈફલાઈન ગણાતી મેમુ લોકલ પેસેન્જર ટ્રેનોમાંથી રિઝર્વેશન હટાવાયું:હવેથી પહેલાની જેમ સામાન્ય ટિકિટ લઇ મુસાફરી કરી શકાશે

આંનદો…મુસાફરો માટે લાઈફલાઈન ગણાતી મેમુ લોકલ પેસેન્જર ટ્રેનોમાંથી રિઝર્વેશન હટાવાયું:હવેથી પહેલાની જેમ સામાન્ય ટિકિટ લઇ મુસાફરી કરી શકાશે

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

  • મુસાફરો માટે લાઈફલાઈન ગણાતી મેમુ લોકલ પેસેન્જર ટ્રેનોમાંથી રિઝર્વેશન હટાવાયું
  • રેલવેતંત્રે મુસાફરોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ કર્યોં નિર્ણય
  • મેમુ લોકલ પેસેન્જર ટ્રેનોમાં પહેલાની જેમ સામાન્ય ટિકિટ લઇ મુસાફરી કરી શકાશે:મુસાફરો તેમજ રોજિંદા કરતા લોકોમાં આનંદની લાગણી છવાઈ 

દાહોદ તા.04

ગુજરાત મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના વ્યાપારીઓ, બીમાર વ્યક્તિઓ સહિતના મુસાફરો માટે લાઈફલાઈન ગણાતી મેમુ લોકલ પેસેન્જર કોરોના કાળમાં છેલ્લા 11 માસથી બંધ હતી જેના લીધે સરહદી વિસ્તારના લોકો માટે અવરજવર કરવા માટે અન્ય કોઈ વિકલ્પ શોધવા મજબુર બન્યા હતા. રેલવે તંત્રે મુસાફરોની માંગણીઓને ધ્યાને લઇ રેલ્વે મુસાફરો માટે જીવાદોરી કહેવાતી,મેમુ લોકલ પેસેન્જરને 27 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સંપૂર્ણ રિઝર્વેશન પેસેન્જર ટ્રેનોના રૂપમાં, જે મુસાફરોને મુશ્કેલીઓ ઉભી કરી રહી હતી. આ જોતાં, રેલ્વેએ આ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, હવે સ્થાનિક મેમુ પેસેન્જર ટ્રેનોમાં વિના રિઝર્વેશન મુસાફરી કરી શકાશે.એટલે કે હવે લોકલ પેસેન્જર ટ્રેનોની ટિકિટ પહેલાની જેમ મળશે.

error: Content is protected !!