Saturday, 12/07/2025
Dark Mode

ફતેપુરાની ચુંટણીલક્ષી કામગીરી અને તૈયારીઓ જોઈ સંતોષ વ્યક્ત કરતા કલેકટરશ્રી વિજય ખરાડી

ફતેપુરાની ચુંટણીલક્ષી કામગીરી અને તૈયારીઓ જોઈ સંતોષ વ્યક્ત કરતા કલેકટરશ્રી વિજય ખરાડી

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરાની ચુંટણીને લગતી કામગીરી અને તૈયારીઓ જોઈ સંતોષ વ્યક્ત કરતા કલેકટરશ્રી વિજય ખરાડી

ફતેપુરા તા.20

ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ તેમના ચૂંટણી એજન્ટોને લોકતાંત્રિક મૂલ્યો સાથે લોકશાહી પર્વ ની ઉજવણી કરવા આહવાન કરતા કલેકટરશ્રી વિજયભાઈ ખરાડી

ફતેપુરાની ચુંટણીલક્ષી કામગીરી અને તૈયારીઓ જોઈ સંતોષ વ્યક્ત કરતા કલેકટરશ્રી વિજય ખરાડી

  ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ શ્રી આઈ.કે.દેસાઈ સ્કૂલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લગતી કામગીરીનુ નિરીક્ષણ કરવા માટે દાહોદ જિલ્લા કલેકટર વિજયભાઇ ખરાડી દાહોદ જિલ્લાના જિલ્લા પોલીસ વડા હિતેશભાઈ જોયસરે ચૂંટણીને લગતી કામગીરી માટે નો નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેકટર વિજયભાઈ ખરાડી જિલ્લા પોલીસ વડા હિતેશભાઈ જોયસરે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ ડિસ્પેચસિંગ સેન્ટર રીસીવર સેન્ટર તેમજ મતગણતરી હોલની મુલાકાત લીધી હતી. તેમજ ચૂંટણીને લગતી કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના ચૂંટણી અધિકારીઓ જોડે ચર્ચા કરી હતી.તેમજ મહત્વની બાબતો ધ્યાન દોરેલું હતું કલેકટર શ્રી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી લડતા ઉમેદવારોને તેમજ તેમના ચૂંટણી એજન્ટોને લોકતાંત્રિક ઢબે લોકશાહી મુલ્યો સાથે લોકશાહી પર્વ ઉજવવા માટેનું આહવાન પણ કરેલું હતું

error: Content is protected !!