Monday, 14/06/2021
Dark Mode

જિલ્લા સેવા સદન દાહોદ ખાતે શહીદ દિન નિમિત્તે શહીદોની સ્મૃતિમાં બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી અપાઇ

જિલ્લા સેવા સદન દાહોદ ખાતે શહીદ દિન નિમિત્તે શહીદોની સ્મૃતિમાં બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી અપાઇ

દાહોદ લાઈવ….

જિલ્લા સેવા સદન દાહોદ ખાતે શહીદ દિન નિમિત્તે શહીદોની સ્મૃતિમાં બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી અપાઇ

દાહોદ, તા. ૩૦ : જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે આજ રોજ શહીદ દિન નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે કલેક્ટર શ્રી વિજય ખરાડી સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને શહીદવીરોને શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં આ શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો.

 શહીદ દિન નિમિત્તે જિલ્લા સેવા સદન પ્રાંગણમાં કલેક્ટર શ્રી વિજય ખરાડી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. દવે તથા જિલ્લા સેવા સદન ખાતેની વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓમાં પણ સવારે ૧૧ વાગ્યે અધિકારીઓ-કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને શહીદોના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી.

ફતેપુરા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીમાં મહાત્મા ગાંધીજી પુણ્યતિથિ તેમજ શહીદ દિન નિમિત્તે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ મામલતદાર કચેરી ના સભાખંડમાં તેમજ તાલુકા પંચાયત કચેરીમાં 30 મી જાન્યુઆરી ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ન પુણ્યતિથિ નિમિત્તે તેમજ શહીદ દિન નિમિત્તે મામલતદાર પી એન પરમાર ની અધ્યક્ષતા માં નાયબ મામલતદારો મહેસુલ તલાટીઓ કારકુનો તેમજ તાલુકા પંચાયત સ્ટાફ દ્વારા બે મિનિટનું મૌન પાલી શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

error: Content is protected !!