Monday, 27/06/2022
Dark Mode

દાહોદના વેપારીને જમીન સબંધી બાબતે 12 લોકોના ટોળાએ મારામારી કરી ધીંગાણું મચાવ્યું:પોલિસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં PSI વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆતથી પોલીસબેડામાં ચકચાર..

દાહોદના વેપારીને જમીન સબંધી બાબતે 12 લોકોના ટોળાએ મારામારી કરી ધીંગાણું મચાવ્યું:પોલિસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં PSI વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆતથી પોલીસબેડામાં ચકચાર..

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૨૭

 દાહોદ તાલુકાના રળીયાતી ગામે ઈંટોનો ભઠ્ઠો ચલાવી આશરે ૧૦૦ થી વધુ લોકોને રોજગારી પુરી પાડતા એક વેપારીને ગામમાં રહેતા ૧૨ જેટલા માથાભારે ઈસમો દ્વારા આ ઈંટો ભઠ્ઠાના વેપારીને ત્યાં આવી બેફામ ગાળો બોલી, જગ્યા ખાલી કરી દેવા દબાણ કરી તેમજ માર હથિયારો સાથે ઘસી આવ્યાં બાદ ભારે ધિંગાણું તેમજ મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં આ સંબંધે વેપારી દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે આ માથાભારે ઈસમો વિરૂધ્ધ ફરિયાદ આપવા ગયા હતાં પરંતુ પોલીસ મથકના જવાબદાર પી.એસ.આઈ. મુકેશ અમૃતલાલ દેસાઈ દ્વારા આ વેપારીની કોઈ ફરિયાદ ન લઈ રોજેરોજ ધરમ ધક્કા ખવડાવી માથાભારે ઈસમોનો સાથ સહકાર આપતાં હોવાની આ વેપારી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આ પીએસઆઈની અને માથાભારે ઈસમોના ધાકના કારણે આ વેપારી સહિત તેમના કામદારાનું જીવવું મુશ્કેલી બની બેઠુ છે. આ સંદર્ભે વેપારી દ્વારા ગાંધીનગર સુધી ઉચ્ચસ્તરીય લેખિત રજુઆત કરી ન્યાયની ગુહાર માંગતાં અરજીમાં જણાવાયું છે કે, પોતાને અથવા પોતાના કામદારોને કોઈપણ બાબતની જાનહાની થશે તો તેની સંપુર્ણ જવાબદારી દાહોદ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ મુકેશ અમૃતલાલ દેસાઈની રહેશે તેમ જણાવતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 દાહોદમાં મોટાઘાંચીવાડા વિસ્તારમાં ફાતિમા મસ્જીદ પાસે રહેતા ઈમરાનભાઈ અબ્દુલરહીમ સાજી દ્વારા ગુજરાતના ગૃહમંત્રી સહિત ઉચ્ચસ્તરીય કરેલ લેખિત અરજીમાં જણાવાયા અનુસાર, દાહોદ તાલુકાના રળીયાતી ગામે આવેલ સાંગા ફળિયામાં તેઓ પોતાનો ઈંટોનો ભઠ્ઠો ચલાવી છે અને આ ઈંટોના ભઠ્ઠામાં ૧૦૦ થી વધુ લોકો રોજગાર મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે આ સાથે આ ઈમરાનભાઈ પોતાનું પણ ગુજરાન ચલાવે છે. આજથી ૧૫ દિવસ અગાઉ ગામમાં રહેતા સુમનભાઈ થાવરીયાભાઈ માવી, રમુભાઈ મગનભાઈ માવી, થાવરીયા ભાઈ મગનભાઈ માવી, જવસીંગભાઈ બચુભાઈ માવી, ભીમાભાઈ હુમલાભાઈ માવી,લ પરેશભાઈ હુમલાભાઈ માવી, હુરપાલભાઈ હુરતાનભાઈ માવી, વિનોદભાઈ ખીમાભાઈ માવી, સંજય સમુનભાઈ માવી, પરશુભાઈ હુમલાભાઈ માવી, કાળીયાભાઈ મગનભાઈ માવી, સમસુભાઈ મગનભાઈ માવી તથા તેમની સાથે બીજા પંદાર જેટલા ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો સાથે તારીખ ૧૧.૦૧.૨૦૨૧ના રોજ સાંજના પાંચ થી છ વાગ્યાના સમયે ઈંટોના ભઠ્ઠા પર આવ્યાં હતા અને સ્ટાફના માણસોને બેફામ ગાળો બોલવા લાગ્યા હતાં અને જમીન ખાલી કરી જતાં રહો નહીં તો મારી નાંખીશું તેવી ધાકધમકીઓ આપી હતી.

 આ બાદ બીજા ત્રણ ઈસમો તારીખ ૧૫.૦૧.૨૦૨૧ના રોજ રોજ સ્ટેશનમાં બોલાવ્યાં હતા અને ઈમરાનભાઈને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યાં હતા આ દરમ્યાન માથાભારે ઈસમોએ દાહોદ તાલુકા પોલીસ મથકાના પીએસઆઈ મુકેશ અમૃતલાલ દેસાઈની સામે ઈમરાનભાઈને બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં પોલીસ સ્ટેશનમાં હાજર સૌ કર્મચારીઓમાં પણ સ્તબ્ધતાંનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. પોલીસ મથકમાંજ અને એ પણ પોલીસ ઈસ્પેક્ટરની સામે માથાભારે ઈસમોએ ઈમરાનભાઈ સાથે આવો વ્યવહાર કરતાં પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતાં આશ્ચર્ય ફેલાયું હતું. આ બાદ પણ પીએસઆઈ મુકેશભાઈ અમૃતલાલ દેસાઈ દ્વારા માથાભારે ઈસમો સાથે સારો વ્યવહરા કરી જાણે ઈમરાનભાઈ ખુદ આરોપી હોય તેવો વ્યવહાર કરી ગાળો આપી ઈમરાનભાઈને અપમાનીત કર્યાં હતાં અને આ જાેઈ પીએસઆઈ મુકેશભાઈ અમૃતલાલ દેસાઈ દ્વારા ઈમરાનભાઈ સામે જાેઈ હસતાં હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરવામાં આવેલ છે. પીએસઆઈ દ્વારા આ બાદ ઈમરાનભાઈને જણાવેલ કે, કાલે આવજાે તમારી ફરિયાદ કરી દઈશું અને ત્યાંથી રવાના કર્યાં હતાં ત્યાર બાદ આજદિન સુધી ઈમરાનભાઈ દરરોજ પોલીસ મથકના ધરમ ધક્કા ખાઈ રહ્યાં હતાં પરંતુ આ પીએસઆઈ દ્વારા ઈમરાનભાઈની કોઈ ફરિયાદ ન લેતાં અને આખરી હારી થાકેલા ઈમરાનભાઈ જાણે જીવન ટુંકાવી લેવાના નિર્ણય સાથે જીવન વ્યતિત કરી રહ્યાં છે. દરરોજ માથા ભારે ઈસમો દ્વારા ઈમરાનભાઈ ઈંટોના ભઠ્ઠા પર આવી ધાક ધમકીઓ આપી મારી નાંખવાની ધમકી આપી જતાં રહેતા હોય છે. આવા હેરાનગતિ અને ધાકધમકીઓના ડરના કારણે ઈમરાનભાઈની માનસીક સ્થિત અત્યંત પડી ભાગી છે હવે જીવન ટુંકાવી લેવાના માર્ગ પર જતાં પહેલા ઈમરાનભાઈ દ્વારા હજુ પણ સરકાર કે પોલીસ અધિકારીઓ તેઓની મદદ આવશે તેવા આશય સાથે ઈમરાનભાઈ દ્વારા ગાંધીનગર નગરની ઉચ્ચસ્તરીય રજુઆતો કરી છે અને ન્યાય મેળવવા માટે પણ ધમપછાડાઓ કરી રહ્યાં છે. આ સાથે ઈમરાનભાઈ દ્વારા જણાવાયા અનુસાર, જાે પોતાને અથવા પોતાના કામદારોને કોઈપણ પ્રકારની આ ઈસમો દ્વારા જાનહાની થશે તો તેની સંપુર્ણ જવાબદારી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ મુકેશભાઈ અમૃતલાલ દેસાઈની રહેશે તેમ પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

——————————————————

error: Content is protected !!