Friday, 25/06/2021
Dark Mode

દાહોદ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસમાં ભડકો:જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા,તાલુકા પ્રમુખ સહીત 32 આગેવાનો ભાજપમાં જોડાયા

દાહોદ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસમાં ભડકો:જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા,તાલુકા પ્રમુખ સહીત 32 આગેવાનો ભાજપમાં જોડાયા
 કપિલ સાધુ:- સંજેલી/હિતેશ કલાલ :- સુખસર 

દાહોદ તાલુકા વિસ્તારમાં કોંગ્રેસમાં ભડકો:કોંગ્રેસના આગેવાનો જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી શંકરભાઈની ઉપસ્થિતમાં ભાજપમાં જોડાયા .

સંજેલી / સુખસર તા.19

કોંગ્રેસના જિલ્લા સભ્ય તેમજ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા શ્રી મગનભાઈ ભુરીયા , દેવગઢબારિયા કોંગ્રેસ પ્રમુખ ફૂલસિંગ ભાઈ પટેલ, બારીયાના આગેવાન ધનાભાઈ પટેલ , NSUIના પૂર્વ જિલ્લા પ્રમુખ સંજયભાઈ ભુરીયા , ફતેપુરા

ના વિવિધ સરપંચો એવા રાવળના વરુણાના સરપંચ વિજયભાઈ કટારા ,ધાણીખુટ સરપંચ રમેશભાઈ મકવાણા , બોરીદા સરપંચ શ્રી શૈલેષભાઈ દેવધા ,પટ્ટીસરા સરપંચ દિતાભાઈ મછાર તેમજ નિવૃત પશુ નિયામક ડોક્ટર રણજીતસિંહ નાયક નિવૃત RFO સામંતસિંહ હિહોર જેવા કોંગ્રેસના કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનો આજરોજ ભાજપમાં જોડાયા હતા.જેમને જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયારે ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.આ પ્રસંગે જી.ચૂંટણી ઇન્ચાર્જ શ્રી સુધીરભાઈ લાલપુરવાળા તેમજ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!