Saturday, 20/04/2024
Dark Mode

સંજેલી ભૂમાફિયાને છાવરવા પંચાયતે ટીડીઓને ગોળ ગોળ જવાબ રજુ કરાતા આશ્ચર્ય:પંચાયત પાસે પુરતી સત્તા હોવા છતા પણ માથાભારે યુવકે સરકારી જમીન પર બાંધકામ કરતા લેખિતમાં રજૂઆત કરાઈ:

સંજેલી ભૂમાફિયાને છાવરવા પંચાયતે ટીડીઓને ગોળ ગોળ જવાબ રજુ કરાતા આશ્ચર્ય:પંચાયત પાસે પુરતી સત્તા હોવા છતા પણ માથાભારે યુવકે સરકારી જમીન પર બાંધકામ કરતા લેખિતમાં રજૂઆત કરાઈ:

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

સંજેલી ભૂમાફિયાને છાવરવા પંચાયતે ટીડીઓને ગોળ ગોળ જવાબ રજુ કરાતા આશ્ચર્ય:પંચાયત પાસે પુરતી સત્તા હોવા છતા પણ માથાભારે યુવકે બાંધકામ પૂર્ણ કર્યું,પંચાયત તંત્રની રહેમનજર હેઠળ રોડ પર જ દબાણ કરી બંગલો બનાવ્યો.

દાહોદ તા.19

સંજેલી હોળી ફળિયા વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણોને લઈને રજુઆતમાં પંચાયત દ્વારા ગોળગોળ જવાબો રજુ કરાતા ટીડીઓ દ્વારા ગંભીર નોંધ લઈ સ્પષ્ટ અહેવાલ મોકલવા તેમજ સરકારી જમીનમાં બાંધકામ થતું અટકાવી દૂર કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવા નોટીસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો ..

સંજેલી ઝાલોદ રોડ પર આવેલી હોળી ફળિયા વિસ્તારમાં માથાભારે યુવક દ્વારા કાયદાની એસીતેસી કરી પંચાયતની નોટિસને ઘોળીને પી જઈ સરકારી જમીન પર જ ગેરકાયદેસર મકાન બાંધી દેતા સ્થાનિક લોકોને તેમજ આદિવાસી ખેડૂતને પોતાના ખેતરમાં વાહનની અવરજવર કરવા માં થયેલી મુશ્કેલીને લઇને તાલુકા સહિત જિલ્લાના અધિકારીને રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને તારીખ ૫.૧૨.૨૦ ના રોજ તાલુકા અધિકારી દ્વારા પંચાયતને તપાસના આદેશ આપ્યાં હતાં.પરંતુ પંચાયત તંત્ર દબાણ કરનાર પર મહેરબાન હોય કે ખાયકી કરવામાં આવી હોય તે રજૂઆતને પણ ઘોળીને પી જઇ તાલુકા અધિકારીને ગેરમાર્ગે દોરવા સરપંચ તલાટી દ્વારા ગોળગોળ અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.ટીડીઓને અહેવાલ સંતોષકારક ન જણાતાં ૧૩ ૧ ૨૦ ના રોજ ગંભીર નોંધ લઈ બાંધકામ બાબતે સ્પષ્ટ અહેવાલ મોકલવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. એક તરફ સરકાર દ્વારા ગૌચર અને પંચાયતની જમીનો ખુલ્લી કરવા માટે આદેશો કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ સંજેલી પંચાયત ભુમાફિયા ને છાવરવામાં આવી રહ્યાં છે.માથાભારે યુવક દ્વારા પંચાયતની નોટિસને પણ ઘોળીને પી જઈ સરકારી જમીનમાં ખુલ્લેઆમ બાંધકામ પૂર્ણ કરીયુ ત્યારે આ બાબતે જિલ્લાના અધિકારી દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી છાવરવામાં આવશે તે પણ તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે

દબાણ કરનાર ઇસમે લોભામણી સ્કીમ ચલાવી પંથકની પ્રજાને છેતરી 

 દબાણ કરનાર યુવક દ્વારા તાલુકાની ગરીબ અભણ પ્રજાને લોભામણી સ્કીમ આપી લાખો રૂપિયાનું ઉઠમણું કરી દબાણ કરનાર યુવક દ્વારા તાલુકાની ગરીબ ઊઠો ઘરબાર છોડી પરિવાર લઈ નાસી ગયા હતા.જે બાદ અડધો પરિવાર પરત ઘરે ફરી ઘરબાર છોડી નાસી ગયાં હતાં. પંચાયત તંત્રની મીલીભગતથી ગેરકાયદેસર બિનધાસ્ત દબાણ કરી બાંધકામ શરૂ કરી બંગલાનું કામ પૂર્ણ કર્યું.

સરપંચ તેમજ તલાટીની જોડે સાંઢગાઢ કરી સરકારી જમીન ગેરકાયદેસર પર બાંધકામ કરાયું:પંચાયતે ખાના પૂર્તિ માટે માત્ર નોટિસ બજવી સંતોષ મળ્યો 

સરપંચ તલાટી અને દબાણ કરનાર માથાભારે યુવકની મીલીભગતથી બાંધકામની પરવાનગી લીધા વગર જ પંચાયતની જમીનમાં બાંધકામ શરૂ કરતાં નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.૫.૮.૨૦રોજ બાંધકામ બંધ કરવા નોટીસ આપતાં .દબાણ કરનાર બાબુ ડબગર દ્વારા 06.8.2020ના રોજ બાંધકામ બંધ કર્યું હોવાની લેખિત રજુઆત કરી હતી.પરંતુ આંખે પાટા બાંધી બેઠેલી પંચાયતે માત્ર કાગળ પર જ બાંધકામ અટકાવ્યું હતું.તંત્ર ઉંઘતું રહ્યું અને માથાભારે યુવકે ગેરકાયદેસર દબાણ પર બંગલો બાંધી દીધો.પંચાયતે ખાયકી કરી હોય તેમ નોટિસો બજાવી સંતોષ માન્યો.

error: Content is protected !!