Thursday, 16/01/2025
Dark Mode

દાહોદના ચીફ ઓફિસરનું વધુ એક કૌભાંડ,ડમ્પિંગ યાર્ડના કરોડોના કામો બારોબાર મળતિયાઓને પધરાવી દીધા,ઓનલાઈન ટેન્ડરીંગ કરવાના બદલે ઓફલાઈન ભાવ મંગાવી વર્ક ઓર્ડર આપી દેવાયો,સરકારી તિજોરીને કરોડોનો ચૂનો ચોપડવાના ખેલની તલસ્પર્શી તપાસની માંગ

દાહોદ લાઈવ…

દાહોદ તા.04

દાહોદ નગરપાલિકાની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ થઇ ગયો છે.અને બીજેપી કોંગ્રેસ, તેમજ આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષો પણ પુરજોશમાં ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે.ચૂંટણી લડવા માંગતા વ્યક્તિઓ પણ પોતપોતાની રીતે પોતાના વોર્ડમાં ફરતા જોવા મળી રહ્યા છે.ત્યારે દાહોદ નગરપાલિકાની પાછલી ટર્મમાં તત્કાલીન ચીફ ઓફિસરે તેમના મળતીયાઓ જોડે સાઠગાંઠ કરી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની બાબતો સપાટી પર આવી છે.ત્યારે દાહોદ નગરપાલિકામાં ખરેખર કેટલાક કામોમાં ગેરરીતીઓ આચરવામાં આવી છે.કે કેમ તે અંગે પાલિકાના સુધરાઈ સભ્યોથી લઇ નગરજનોમાં પણ ચર્ચાઈ રહ્યું છે.જેના લીધે રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમજ ઉપલા લેવલેથી પાલિકામાં થયેલ કામો અંગેની તપાસ હાલ પ્રથમ તબક્કામાં કહેવાઈ રહી છે. ત્યારે તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા તારીખ 24.07.2017 થી 31.08.2020 સુધીમાં એટલે છેલ્લા ત્રણ વર્ષોમાં ડમ્પીંગ યાર્ડના લાખો રૂપિયાનો કામ સરકારી નીતિનિયમોને નેવે મૂકી ઓફલાઈન ભાવો મંગાવી પોતાના મળતીયાઓને આપી દીધાનુ ઘસ્ફોટક થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સમગ્ર મામલામાં વધુ મળતી માહિતી મુજબ સરકારશ્રી માંથી નક્કી કરેલ ગાઇડલાઇન મુજબ કોઈપણ કામ જો પાંચ લાખ રૂપિયા કિંમતનો હોય તો ઓફલાઈન ટેન્ડરિંગ કરવાની સત્તા જે તે કચેરીના સત્તા સ્થાને બેસેલા અધિકારીઓને આપેલી છે.તેમજ 5 લાખ કરતા વધુ રકમના કામોમાં સરકારી ધારાધોરણ મુજબ ફરજીયાત ઓનલાઇન ટેન્ડરિંગ પ્રકિયા કરી જે એજેન્સીના ભાવો ઓછા હોય તેને સંપૂર્ણ દસ્તાવેજી પ્રકિયા કરી વર્ક ઓર્ડર આપવાના નિયમો નક્કી કરેલા છે. ત્યારે દાહોદ નગરપાલિકામાં તત્કાલીન ચીફ ઓફિસરે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ડમ્પિંગ યાર્ડના કામમાં સરકારી નિયમોની પોટલી બાંધી ઉંડા પાણીમાં ફેંકી પોતાના મળતીયાઓ દ્વારા સાઠગાંઠ કરી લાખો નહિ પણ અધધ… કરોડો રૂપિયાના કામો ઓનલાઇન ટેન્ડરિંગ કરવાની જગ્યાએ ઓફલાઈન ભાવો મંગાવી આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ બારોબાર પોતાના મળતીયાઓને વર્કઓર્ડરના રૂપે આપી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાની વિસ્ફોટક માહિતીઓ સપાટી પર આવવા પામી છે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા તલસ્પર્શી તપાસ આદરવામાં આવે તો શોર્ટકટ અપનાવી સરકારી ગ્રાન્ટને નગરના વિકાસના કામોમાં લગાવવાની જગ્યાએ પોતાનો વિકાસ કરી કરોડો રૂપિયા બનાવનાર એજેન્સી તેમજ અધિકારીઓની પોલ પ્રજા સામે ખુલ્લી પડે તેમ છે. ત્યારે પાલિકાના વહીવટમાં ખરેખર કેટલા રૂપિયા ગોલમાલ થઇ ગયા છે. તે આવનાર સમયમાં સામે આવે તેમ છે.

error: Content is protected !!