હિતેશ કલાલ :- સુખસર
ફતેપુરા તાલુકામાં નાણાપંચ યોજના હેઠળ પાંચ વર્ષમાં 73.35 કરોડ રૂપિયા વપરાયા,સૌથી વધુ ખર્ચ પીવાના પાણી અને નવીન રસ્તા સમારકામ માટે વપરાયા,અધધ.. નાણાંનો ખર્ચ કરાયો છતાં સમસ્યા ઠેરની ઠેર.
સુખસર તા.20
ફતેપુરા તાલુકામાં દર વર્ષે નાણાપંચ યોજના હેઠળ ગ્રામ પંચાયતોમાં વસ્તીના આધારે ગ્રાન્ટની ફાળવણી કરાઇ છે. જેમાં ગામની સમસ્યાઓનો નિકાલ કરી માળખાકીય સુવિધા ઊભી કરી વિકાસ કરવાનો હોય છે.અને તે હેતુથી જ સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરાઇ છે.તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં નાણાપંચની યોજના હેઠળ 75.35કરોડની ગ્રાન્ટ ચૂકવાઈ હતી.અને ગ્રાન્ટ મુજબ કામો પણ સ્થળ પર પૂર્ણ થયા હોવાનો અહેવાલ તાલુકા વહીવટીતંત્રે રાજ્યકક્ષા ને રજૂ કર્યો છે.
ફતેપુરા તાલુકા સહિત જીલ્લામાં તમામ ગ્રામ પંચાયતોમાં વિકાસ કામો કરવા માટે નાણાપંચ યોજના હેઠળ દર વર્ષે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે જેમાં ગ્રામસભામાં ઠરાવ કર્યા બાદ વિકાસ કામોની શરૂઆત કરાય છે. જેમાં ફતેપુરા તાલુકામાં વર્ષ 2015-16 થી લઇ વર્ષ 2019-20 સુધીમાં 10042 સુવિધાના કામો માં 73.35 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી. જેમાં પીવાનું પાણી, રસ્તાઓની મરામત, નવીન રસ્તાઓ સેનિટેશન, ઘન કચરા, કોમ્યુનિટી એસેટ, પ્રાથમિક શાળા અને આંગણવાડી માં ખૂટતી સુવિધા, વહીવટી તકનીકી ખર્ચ અંતર્ગત ગ્રાન્ટ વપરાશ કર્યો હતો. જેમાં વર્ષ 2019-20 માં સૌથી વધુ પીવાના પાણી માટે 9.81કરોડ અને રસ્તાઓ માટે 6.85 કરોડ વપરાયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામ પંચાયતોમાં કામો પૂર્ણ થયા હોવાનું અહેવાલ પણ તાલુકા પંચાયત દ્વારા જિલ્લાકક્ષાએ રાજ્યકક્ષાએ મોકલવામાં આવ્યો હતો.
વર્ષ કામો ગ્રાન્ટ ( લાખમાં)
2015/16 1250 897
2016/17 1650 1267
2017/18 1847 1395
2018/19 2762 1605
2019/20 :- 2533 2169