Friday, 27/12/2024
Dark Mode

સુખસર: મહાદેવ મંદિરના દબાણ અંતર્ગત અરજદાર દ્વારા આત્મવિલોપનની ચિમકીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

સુખસર: મહાદેવ મંદિરના દબાણ અંતર્ગત અરજદાર દ્વારા આત્મવિલોપનની ચિમકીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

   બાબુ સોલંકી,હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવજી મંદિરની ધર્મશાળાના દબાણ વાળી જમીન વિવાદમાં પોલીસ બંદોબસ્ત મુકાયો,અરજદાર દ્વારા ફતેપુરા મામલતદાર સમક્ષ ૭.નવેમ્બરના રોજ દબાણ નહીં હટાવાય તો ૮.નવેમ્બરે આત્મવિલોપન કરવાની ચીમકી આપી

સુખસર,તા.૮

સુખસર: મહાદેવ મંદિરના દબાણ અંતર્ગત અરજદાર દ્વારા આત્મવિલોપનની ચિમકીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ મહાદેવજી મંદિર ની ધર્મશાળા વાળી જમીન ઉપર સુખસર નાજ ત્રણેક સંપત્તિ વાન લોકોએ ગેરકાયદેસર પાકા બાંધકામ કરી જમીન પચાવી પાડતા આ મંદિર તથા ધર્મશાળા માટે દાનમાં જમીન આપનાર સમાજના વારસદારોએ ધર્મશાળા વાળી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી વેપાર ધંધો કરતા લોકોને દબાણ હટાવી જમીન ખુલ્લી કરી તે જમી લીધું મંદિરે પરત સોંપવા જણાવતા વિવાદ સર્જાયો હતો જેના અનુસંધાને જમીન દાનમાં આપના ના વારસદાર દ્વારા મંદિર ની ધર્મશાળા વાળી જમીન ઉપર ગેરકાયદેસર કરવામાં આવેલ પાકા બાંધકામ ૭ નવેમ્બર-૨૦ સુધીમાં હટાવવામાં નહીં આવે તો ૮.નવેમ્બર-૨૦ના રોજ આત્મવિલોપન કરવાની ફતેપુરા મામલતદાર સમક્ષ રજૂઆત કરતા આજરોજ અરજદાર ના રહેઠાણ સહિત મંદિર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સુખસર: મહાદેવ મંદિરના દબાણ અંતર્ગત અરજદાર દ્વારા આત્મવિલોપનની ચિમકીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ રે. સર્વે નંબર ૨૪ વાળી જમીન વર્ષો અગાઉ કલાલ સમાજના જમીન માલિક દ્વારા મહાદેવજી મંદિર તથા ધર્મશાળાના બાંધકામ માટે દાનમાં જમીન આપેલ હતી.તે જમીનમાં હાલ મહાદેવજી મંદિર આવેલ છે.પરંતુ જે ધર્મશાળા બાંધકામ માટે જમીન હતી તે જમીન ઉપર સુખસરના ત્રણેક જેટલા સંપત્તિવાન લોકોએ ગેરકાયદેસર પાકા બાંધકામ કરી મંદિર ની ધર્મશાળા વાળી જમીન પચાવી પાડતા દાનમાં જમીન આપનારના વારસદાર દ્વારા આ જમીન ખુલ્લી કરાવવા માટે તાલુકા-જિલ્લા કક્ષાએ રજુઆતો પણ કરેલ હતી.ત્યારબાદ હાલ થોડા દિવસ અગાઉ ધર્મશાળા વાળી જમીન પચાવી પાડનાર લોકો દ્વારા મંદિર તથા તેની ધર્મશાળાના બાંધકામ માટે જમીન આપનારના વારસદાર સાથે ધક્કામુક્કી તથા ઝપાઝપી થઈ હતી.ત્યારબાદ અરજદાર દ્વારા ફતેપુરા મામલતદાર સમક્ષ લેખિત રજૂઆત કરી જણાવવામાં આવ્યું હતું કે,મહાદેવજી મંદિર ધર્મશાળા વાળી જમીન ઉપર ગેરકાયદેસર કરવામાં આવેલ દબાણો ૭.નવેમ્બર-૨૦ સુધીમાં હટાવવામાં નહીં આવે તો ૮.નવેમ્બર-૨૦ના રોજ દબાણવાળી જગ્યા ઉપર જઇ આત્મવિલોપન કરવાની હિતેશભાઈ કલાલ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.જે અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે હેતુથી આજરોજ સુખસર પોલીસ દ્વારા અરજદારના રહેઠાણ સહિત દબાણ કરવામાં આવેલ જમીન ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સુખસર: મહાદેવ મંદિરના દબાણ અંતર્ગત અરજદાર દ્વારા આત્મવિલોપનની ચિમકીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.અહિયાં જણાવવું જરૂરી છે કે,આ દબાણ હટાવવા માટે અરજદાર દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવેલ છે.અને પોલીસ બંદોબસ્ત જે દિવસે ફાળવવામાં આવશે તે દિવસે આ ગેરકાયદેસર કરવામાં આવેલ દબાણ અરજકર્તાઓના સહયોગથી હટાવવા માટે કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળે છે. જ્યારે કથિત દબાણકર્તાઓ દ્વારા દાહોદ કલેકટર સમક્ષ આવેદનપત્ર આપી જણાવવામાં આવેલ છે કે,આ જમીન ઉપરથી હટાવવામાં આવે તો આવેદનપત્ર આપનારના પરિવારને વસવાટ અને ધંધા માટે મોટી મુશ્કેલી ઊભી થાય તેમ હોવાનું જણાવ્યું છે. જ્યારે સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ કલાલ સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન રે.સ.નં. ૨૪ માં આવે છે જ્યારે આવેદનપત્રમાં રે.સ.નં.૨૩ બતાવવામાં આવ્યું છે.ધર્મશાળા વાળી જમીન ઉપર દબાણ કર્તાઓને એકથી વધુ આલીશાન મકાનો તથા વર્ષોથી સોના-ચાંદીનો ધંધો ચાલી રહ્યો છે.ત્યારે કલેકટર સમક્ષ આપવામાં આવેલ આવેદનપત્રમાં આવેદનકર્તા ઓએ સરકારી તંત્રને પણ ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવેલ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે સુખસર મહાદેવજી મંદિર ધર્મશાળા વાળી જમીન કયા સર્વે નંબર માં આવેલ છે?જ્યારે દબાણ કર્તાઓને આ વિવાદ વાળી જમીન સિવાય અન્ય જગ્યાએ મકાનો અને અન્ય મિલકત છે કે કેમ?તે સહિત અરજદાર દ્વારા બતાવવામાં આવેલ રે.સ.નં.૨૪ માંજ દબાણ છે કે દબાણકર્તાઓ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પ્રમાણે રે.સનં.૨૩ માં છે?તે પણ વહીવટી તંત્ર દ્વારા તપાસનો વિષય બની રહે છે. જોકે સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવો તે પણ એક ગુન્હો છે.

error: Content is protected !!